________________
ધાર્મિક દ્રવ્ય : ૪
કરનારા પૈસાદારોને જ તમારે પ્રતિષ્ઠા કરાવવાનો હક આપવો છે ? ગરીબ માણસને શું ધર્મ દોહ્યલો બનાવવો છે ? શું ગરીબ માણસને આગળ બેસવાનો હક્ક નહિ, વરઘોડા ચઢાવવાનો હક્ક નહિ, સાધુ-ભગવંતના માસખમણનાં પારણાં કરાવવાનો હક્ક નહિ અને ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાનો પણ હક્ક નહિ ? શું પ્રામાણિકતાથી પોતાનું પેટનું પૂરું કરનાર ગરીબને કોઈ હક્ક નહિ ? શું પુણિયો શ્રાવક આજે જીવતો હોત અને એની ભાવના એક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાથી થાત, તે તમો તેને ના પાડત અને ગમે તે રીતે ધન પેદા કરનારના હાથે પ્રતિષ્ઠા કરાવત, તેમાં શાસ્ત્રની શોભા દેખાત ?
“ગુરુ-મહારાજ, આપ બુદ્ધિશાળી છો. આ બાબતનો આપ વિચાર કરશો, અને આ પત્રનો જવાબ આપશો....'
૨૮૧
શ્રી રસિકભાઈએ, પોતાને જે વાત કહેવી છે તે આ પત્રમાં સ્પષ્ટતાપૂર્વક અને એવી સચોટ રીતે લખી છે કે એ અંગે વિવેચન કરવાની જરૂ૨ નથી. આ વિરોધ કરનાર વર્ગના મનમાં આ વાત વસે એવી અપેક્ષાથી નહીં, પણ કાગળમાંના મુદ્દાઓની ઉપયોગિતાથી અમે આ પત્ર અહીં રજૂ કર્યો છે.
(તા. ૨૪-૧-૧૯૭૬ )
થોડા વખત પહેલાં પોરબંદર ખાતે પૂ. આ. મ. શ્રી વિજયલબ્ધિસૂરિજીના પ્રશિષ્યો મુ. શ્રી ગુણભદ્રવિજયજી અને વિનયવિજયજી દ્વારા ‘ઉત્તરાધ્યયનસૂત્ર' અને ‘વિક્રમચરિત્ર’ વાંચવાની શરૂઆત કરાતાં, એ સૂત્રોની ઉછામણી ઘી કે પૈસાથી નહિ પણ એક વર્ષમાં કરી શકાય તેટલાં સામાયિકોથી બોલાવવામાં આવી હતી. એ અંગે અમે અમારા તા. ૧૫-૮-૧૯૫૩ના અંકમાં એક ટૂંકી નોંધ લખીને એ કાર્ય પ્રત્યેની અમારી અનુમોદના વ્યક્ત કરી હતી.
હમણાં હિંગનઘાટના સમાચાર મળે છે કે પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરિજીએ પણ ગયા પર્યુષણ-પર્વ દરમ્યાન ‘કલ્પસૂત્ર’ અને જ્ઞાનપૂજાની ઉછામણી ઘીથી નહીં બોલાવતાં સામાયિકોથી બોલાવવાનો નવો અને આદર્શ ચીલો પાડ્યો. સમાચા૨ વધુમાં કહે છે કે આ પ્રસંગે જનતાએ ભારે ઉત્સાહ દાખવ્યો અને તેત્રીસ હજાર સામાયિક જેટલી બોલી બોલવામાં આવી !
સામાન્ય જનતામાં પોતે ધનવાન નહીં હોવા છતાં ધર્મ કરી શકે એવી લાગણીનો પ્રચાર કરવામાં આવા પ્રસંગો ઘણો મહત્ત્વનો ફાળો આપી શકે એમ છે. આવાં પગલાંઓથી જ સામાન્ય જનતામાં ઘર કરી બેઠેલી પોતાની આર્થિક લઘુતાની ગ્રંથિ ધાર્મિક ક્ષેત્રમાંથી દૂર કરી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
(તા. ૩-૧૦-૧૯૫૩)
www.jainelibrary.org