SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક: ૫ વર્ગને પૂરક વ્યવસાયની જરૂર પડે છે જ. એમાં વળી, ધાર્મિક શિક્ષકને માટે તો આમ કરવું કેવળ અનિવાર્ય જ બની જાય છે. પણ ધાર્મિક શિક્ષકનું કામ કરતી વ્યક્તિઓ બીજો પૂરક વ્યવસાય શું કરી શકે એ એક કોયડો છે. ધાર્મિક શિક્ષકના વ્યવસાયમાં ઓછો પગાર અને ઓછી પ્રતિષ્ઠા એ બે દોષો તો છે જ, અને એને કારણે કોઈ તેજસ્વી વ્યક્તિઓ એ તરફ આકર્ષાતી નથી; અને સંજોગવશાત્ એમને એમાં પડવું પડે છે તો પણ તેઓ સદા બીજા યોગ્ય કાર્યક્ષેત્રને શોધતા જ રહે છે, અને જરાક અવસર મળ્યો કે ધાર્મિક શિક્ષકની કામગીરીને તજી દે છે. અત્યારે ધાર્મિક શિક્ષકોની જે તંગી વરતાય છે, તેનું મુખ્ય કારણ આ જ છે. પણ જો ધાર્મિક શિક્ષકો કાયમ ટકી રહે એમ આપણે ઇચ્છતા હોઈએ, તો એમને પૂરતો પગાર અને પૂરી પ્રતિષ્ઠા આપવા ઉપરાંત એમને પૂર્ણ વ્યવસાય પણ પૂરો પાડવો જોઈએ. વળી કોઈ પણ સમાજ-ઉપયોગી પૂરક વ્યવસાય કરવાની એમનામાં આવડત આવે અને સૂઝ જાગે એવી તાલીમની પણ આપણી ધાર્મિક શિક્ષકો તૈયાર કરતી સંસ્થાઓએ જોગવાઈ કરવી જોઈએ. ધાર્મિક શિક્ષકો માટે (જેન-સંઘમાં) પૂરક વ્યવસાય શું હોઈ શકે એ અંગે જૈન શિક્ષણ-સાહિત્ય-પત્રિકા'ના જૂન માસના અંકના અગ્રલેખમાં કેટલુંક સામાન્ય સૂચન કરવામાં આવ્યું છે, અને ધાર્મિક શિક્ષકોને વધારાનું શિક્ષણ આપવાનું એ માટે કામ કરતી સંસ્થાઓને કહેવામાં આવ્યું છે તે ધ્યાન આપવા જેવું છે : “જેઓ શિક્ષકના ધંધા પર જ નિર્ભર છે, તેમની આવક કેમ વધે એ વિચારવા જેવું છે. એ માટે તેમણે બીજું પણ કેટલુંક વ્યાવહારિક જ્ઞાન મેળવી લેવું જોઈએ અને ઉપયોગી સેવા આપી શકે એવી સ્થિતિમાં આવવું જોઈએ. છેલ્લા કેટલાક વખતથી ધાર્મિક-શિક્ષણ-સંઘ આગળ એવા શિક્ષકોની માગણી આવે છે કે જે પાઠશાળામાં શિક્ષણ આપવા ઉપરાંત દહેરાસર કે ઉપાશ્રયના વહીવટમાં મદદગાર થાય, ગામનું પુસ્તકાલય સંભાળી લે કે બીજી સંસ્થાઓને પણ અમુક કલાક પોતાની સેવા આપી શકે. પાઠશાળાઓનાં ફંડ મર્યાદિત હોય છે, અને ઘણી વખત તો શિક્ષકના સામાન્ય પગારનું ખર્ચ પણ માંડમાંડ નીકળતું હોય છે, એટલે શિક્ષકો વધારાના જ્ઞાન તરીકે આવી વસ્તુઓ શીખી લે તો તેને સહેજે ૧૫૨૦૦ રૂપિયા મળી રહે અને એ રીતે તે પોતાનો વ્યવસાય આનંદપૂર્વક કરી શકે.” ઉપરના લખાણમાં જે કંઈ સૂચવવામાં આવ્યું છે, તે તો માત્ર એક વિચાર જ છે. પણ હવે આવો વિચાર કરવા માત્રથી કામ ચાલે એવું નથી. હવે ખરી જરૂર છે આ માટે કોઈ અમલી બની શકે એવી યોજના તૈયાર કરવાની અને એ યોજનાનો તે-તે સંસ્થા દ્વારા અમલ થાય તે જોવાની. (તા. ૨૩-૭-૧૯૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy