SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર ૧૦ (૧૦) યુવકવર્ગને અપનાવવાની જરૂર થોડા વખત પહેલાં જાન્યુઆરી માસના અંતમાં તથા ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં) તેરાપંથી સંપ્રદાય તરફથી, રાજસ્થાનમાં રાજનગર ગામે આચાર્ય શ્રી તુલસીના સાંનિધ્યમાં, મર્યાદામહોત્સવની મોટા પાયા પર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવના કાર્યક્રમમાં શિક્ષિત યુવક-સંવિવાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ તા. ૨-૨-૧૯૬૩ના રોજ બપોરના ઉજવાયો હતો; એમાં આચાર્ય તુલસીએ હાજરી આપી હતી. આ પ્રસંગે યુવકોએ અત્યારની સામાજિક તેમજ ધાર્મિક સ્થિતિ પ્રત્યે તેમ જ મોટાઓના યુવાનો પ્રત્યેના વર્તન પ્રત્યે પોતાની વેદના વ્યક્ત કરી હતી. આ વાર્તાલાપની ટૂંકી નોંધ જૈન ભારતી'ના તા. ૨૪-૨-૧૯૬૩ના અંકમાં આપવામાં આવી છે. એ નોંધ, એકંદરે બધા ફિરકાની અત્યારની ઊછરતી પેઢીની મનોવ્યથાને ઠીકઠીક પ્રમાણમાં વ્યક્ત કરે છે. આ પ્રસંગે જુદા-જુદા યુવકોએ જે કંઈ કહ્યું તેનો સાર “જૈન-ભારતી'માં આપવામાં આવ્યો છે. તે સાર આપણે, આપણા યુવકોએ અને આપણા આગેવાનો અને ધર્મગુરુઓએ જાણવા-વિચારવા જેવો હોવાથી એનો અનુવાદ અહીં નીચે આપીએ છીએ : શરૂઆતમાં આ સંવિવાદનો ઉદ્દેશ સમજાવતાં ઉદેપુરના શ્રી હીરાલાલ કોઠારીએ કહ્યું: “યુવકો અણુવ્રત-આંદોલનમાં રસ કેમ નથી લેતા, તેમ જ સામાજિક ક્રાંતિરૂપ લગ્ન વગેરેના ખર્ચાઓ ઘટાડીને સમાજમાં પરિવર્તન લાવવા માટેની “નવા વળાંક (નવા મોડ)ની પ્રવૃત્તિથી આઘા કેમ રહે છે એ અંગે સૌ પોતપોતાના વિચારો દર્શાવી શકે એટલા માટે આ સંવિવાદ યોજવામાં આવ્યો છે.” [૧] આ પછી નાથદ્વારાના શ્રી હીરાલાલજી કોઠારીએ માતા-પિતાના વ્યવહાર અંગે ટકોર કરતાં તેમ જ બીજી બાબતો અંગે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું : “(૧) મા-બાપ આપણને ઉપદેશ આપે છે, તે પ્રમાણે તેઓ જાતે વર્તતાં નથી. આપણી દલીલોનું સમાધાન તેઓ કરી શકતાં નથી અને કેવળ ઉપદેશથી આપણું મન આકર્ષાતું નથી. (૨) આપણને જોઈએ તેવું શિક્ષણ નથી મળતું; શિક્ષણનું ધ્યેય કેવળ ડિગ્રી મેળવવી એ જ છે. આથી મેળ નથી બેસતો. (૩) સમાજના મુખ્ય આગેવાનોમાં આગેવાની લેવાની અને જાહેરમાં આવવાની જેટલી લાલસા દેખાય છે, એટલી કાર્ય પ્રત્યે નિષ્ઠા નથી.” [૨] નમાણાના શ્રી ભંવરલાલજી બાગચાએ કહ્યું: “(૧) નિયમો(વ્રતો)નો સ્વીકાર કરતાં પહેલાં એની ભાવનાને સમજવાની જરૂર છે. નિયમો લેનારા નામનાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy