________________
30
જિનમાર્ગનું જતન હિન્દુસ્તાનમાં અને હિંદુસ્તાન બહાર પરદેશમાં ચારે તરફ જૈનધર્મ અંગેની જિજ્ઞાસામાં વધારો થઈ રહ્યો છે એ આપણા સંખ્યાબળમાં વધારો કરવા માટેનો ભારે સુયોગ છે.
(તા. ૨૫-૧૨-૧૯૪૯) જૈનોની વસ્તી ગણતરી :
જૈનો એક વેપારી-વર્ગ તરીકે બહુ જ શાંત અને પોતાના ક્ષેત્રમાં જ મગ્ન રહેનાર પ્રજા છે. એને મોટે ભાગે પોતાના વેપાર-વણજ ઉપરાંત દેશના બીજા પ્રશ્નોમાં ઊલટભેર રસ લેવાનું બહુ ઓછું ગમે છે. પણ આઝાદી આવતાં પહેલાં સુધી જે રીતે આપણે વર્તતા આવ્યા એ જ રીતે સ્વસંતુષ્ટ કે પોતાના કાર્યમાં જ મગ્ન રહીને આપણે જીવતા રહીશું તો તેથી આપણને નુકસાન થયા વગર રહેવાનું નથી એ નિશ્ચિત છે. એટલે દેશના નાના કે મોટા દરેક સવાલમાં આપણે રસ લેવાનું અને તેની આપણા જીવન ઉપર કેવી અસર થવાની છે તેનું માપ કાઢવાનું શીખવું જ જોઈએ. આપણા દેશ સમક્ષ ઉપસ્થિત થતો એકેએક પ્રશ્ન બીજી કોમોની જેમ આપણને પણ પૂરેપૂરી અસર કરવાનો છે. તેથી અમે ઇચ્છીએ છીએ કે વસ્તી-ગણતરીના કાર્યને પણ આપણે એ રીતે જ મહત્ત્વનું ગણીને સાવધાનીપૂર્વક તેમાં રસ લેવો જોઈએ.
વળી જૈનો માટે તો વસ્તી ગણતરીના પ્રશ્નમાં વધારે રસ લેવાનું બીજું પણ કારણ છે. જૈનોની વસ્તી દેશમાં ખરેખરી કેટલી છે તે માટે જુદી-જુદી વ્યક્તિઓ બાર લાખથી માંડીને બાવીસ લાખ સુધીના આંકડા રજૂ કરે છે. પણ આવા અડસટ્ટાના આંકડાઓથી કામ ચાલી શકે નહિ.
| (તા. ૨૧-૧૯૫૧) હિન્દુસ્તાનના ઘણાખરા પ્રદેશમાં – લગભગ બધા ય પ્રદેશોમાં – તે-તે પ્રદેશના મૂળ વતની રૂપે કે બીજા પ્રદેશોમાંથી વેપાર, ઉદ્યોગ કે નોકરી કરવા નિમિત્તે જૈનો જે રીતે વસેલા છે અને કેટલાક પ્રદેશમાં તેમ જ સંખ્યાબંધ શહેરોમાં તેઓનું જે પ્રકારનું મોટું સંખ્યાબળ જાણવા મળે છે, તે જોતાં જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા (૧૯૬ ૧થી સરકારી વસ્તી ગણતરી પ્રમાણે) વીસ લાખ જેટલી જ હશે એ હકીકતનો સ્વીકાર કરવાને અંતર જાણે ઈન્કાર કરે છે. પણ આની સામે દરેક જૈને વસ્તી ગણતરીમાં પોતાને જૈનધર્મી તરીકે નોંધાવવાનું ચૂકવું નહિ એ માટે ઠીક-ઠીક પ્રમાણમાં પ્રચાર કર્યા છતાં, વસ્તી-ગણતરીનો ચોપડો આપણું સંખ્યાબળ વીસ લાખ જેટલું જ દર્શાવે ત્યારે આપણે બીજો વિચાર કરતાં જાણે થંભી જવું પડે છે અને છતાં વસ્તીગણતરીના આંકડા સામેની શંકા તો ચાલુ જ રહે છે.
તો પછી આ શંકાનું નિવારણ કરવાનો ઉપાય શો? અમારી સમજ મુજબ આ ઉપાય છે એક વાર જૈનોએ પોતે જ પોતાની વસ્તી ગણતરી કરી લેવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org