________________
જિનમાર્ગનું જતન,
મન ભોગવિલાસ તરફ કેટલું બધું ઝૂકી રહ્યું છે તે સુવિદિત છે. અત્યારની વધતી ભૌતિકતા અને હિંસાવૃત્તિ માટે આપણે ફરિયાદ કરતાં તેમ જ તેની નિંદા કરતાં થાકતા નથી, અને વારંવાર કહેતા રહીએ છીએ કે ભૌતિકવાદ અને હિંસાને નાથીને આત્મભાવનો પ્રસાર કરવાની ઘણી જરૂર છે. જો આપણી આ લાગણી સાચી હોય અને એનો અમલ કરવા માટે આપણે સાચે જ કૃતનિશ્ચય હોઈએ, તો આવો પ્રસાર કરવા માટે જે કોઈ નાનો-મોટો અવસર કે જે કોઈ નાનું-મોટું નિમિત્ત આપણને મળે તેનો દિલ દઈને પૂરેપૂરો ઉપયોગ કરી લેવો એ આપણું ધર્મકર્તવ્ય બની રહે છે. અમારી સમજ મુજબ ભગવાન મહાવીરના પચીસસોમા નિવણ-મહોત્સવની ઉજવણીનો પ્રસંગ એ આવો જ એક બહુ મોટો અને અનોખો અવસર છે.
આ નિમિત્તે આપણે આખા દેશની જનતા સમક્ષ તેમ જ અમુક પ્રમાણમાં પરદેશના ધર્મપ્રેમી જિજ્ઞાસુઓ સમક્ષ ભગવાન મહાવીરના અહિંસા અને સમતામય
જીવનનો અને જૈન સંસ્કૃતિના અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહના સર્વકલ્યાણકારી સિદ્ધાંતોનો સંદેશો વિશાળ પાયા ઉપર રજૂ કરી શકીએ એમ છીએ. એટલે આ અવસરને ઉલ્લાસપૂર્વક વધાવી લેવામાં જ ધર્મસંસ્કૃતિની અને માનવતાની સેવા રહેલી છે. આમ છતાં આપણી ટૂંકી સમજણ, માનસિક સંકુચિતતા અને સાંપ્રદાયિક કટ્ટરતાને કારણે આપણે આ અવસરનો અનિચ્છનીય વિરોધ કરીને જો એનો લાભ લેવાનું ચૂકી જઈશું, તો એક બહુમૂલો સોનેરી અવસર આપણે જાણીબૂઝીને ગુમાવી દીધો લેખાશે. અને તેથી બીજાઓ તો જે લાભથી વંચિત રહેશે તે રહેશે જ, પણ ખરેખરો ગેરલાભ તો આપણા પોતાના હાથે શાસનપ્રભાવનાની પ્રવૃત્તિને જ થવાનો છે એમાં શક નથી.
વળી, તપગચ્છના જે મહાનુભાવો આ ઉજવણીનો આટલો સખત વિરોધ કરે છે, તેઓના ધ્યાન બહાર એ વાત જવી ન જોઈએ કે તેઓનો આ વિરોધ એમના પોતાના અમુક વર્તુળ પૂરતો જ મર્યાદિત રહેવાનો છે, અને બીજા ફિરકાઓને કે બીજા ગચ્છોને સ્પર્શી શકવાનો નથી. એટલે આ સમગ્ર ઉજવણીને અટકાવવામાં એ કામિયાબ થઈ શકવાનો નથી.
દિગંબર જૈન સંઘ તો આ માટે જોરશોરથી તૈયારી કરવામાં લાગી જ ગયો છે, અને એ માટે એક વગદાર સમિતિ પણ રચાઈ ગઈ છે. સ્થાનકવાસી ફિરકામાં કદાચ કોઈ મુનિરાજને આ ઉજવણીનો વિચાર બહુ આકર્ષક નહિ લાગતો હોય એવું શકય હોવા છતાં, એ ફિરકાના કોઈ પણ મુનિરાજે આ ઉજવણીની સામે તપગચ્છના કેટલાક આચાર્યો વગેરેની જેમ, જેહાદ જેવો વિરોધ જાહેર કર્યો નથી એ સુવિદિત છે. સ્થાનકવાસી ફિરકાના વિદ્વાન, વિચારક, દીર્ઘદર્શી અને શાણા સંત ઉપાધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org