SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ફિફાઓની એકતા : ૭ કવિવ૨ શ્રી અમરમુનિજી મહારાજે તો આ ઉજવણી નિમિત્તે ‘વીરાયતન’ની એક વ્યાપક યોજના તૈયાર કરીને સંઘ સમક્ષ રજૂ કરી છે. સંઘે એને સહર્ષ વધાવી લીધી છે; એટલું જ નહીં, પણ એને મૂર્ત રૂપ આપવાના પ્રયત્નો પણ ગતિશીલ થઈ ગયા છે. વળી તેરાપંથી ફિકો તો એના આચાર્યશ્રીના એકચક્રી શાસન નીચે તેઓની દોરવણી મુજબ આ માટે પૂરી તૈયારી કરવામાં કયારનો ય લાગી ગયો છે. એટલે આપણે સમજી રાખવું જોઈએ કે આ બધા ફિરકા આ ઐતિહાસિક અને અપૂર્વ પ્રસંગની પોતપોતાની રીતે વ્યાપક ઉજવણી તો ક૨વાના જ છે; સાથે-સાથે અખિલ ભારતીય ધોરણે જે વ્યાપક ઉજવણી થવાની છે એમાં પણ પોતાનો પૂરેપૂરો સાથ આપી આ પ્રસંગની ઉજવણીને યાદગાર બનાવવાના જ છે. એટલે પછી શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના તપગચ્છ વિભાગનો, સાથ નહીં આપનારો વર્ગ આ ઉજવણીને કેટલા પ્રમાણમાં રોકી શકશે તેમ જ એમ કરીને શું લાભ મેળવી શકશે એનો જરા શાણપણ અને દૂરંદેશીથી વિચા૨ ક૨વાની જરૂર છે. આવો વિરોધ કરવાથી આપણે આપણી કેટલીક વિશિષ્ટ પ્રણાલિકાઓ, ધર્મપ્રવૃત્તિઓ અને ખાસ-ખાસ માન્યતાઓ જનતા સમક્ષ ૨જૂ ક૨વાનો સુઅવસર ગુમાવી દઈશું; એટલું જ નહીં, પણ પછી આપણી વાત યથાર્થ રૂપમાં જનતા સમક્ષ રજૂ ન થઈ એવી ફરિયાદ કરવાનો પણ કોઈ અવકાશ નહિ રહે. કાળ જશે તો પણ કહેણી રહી જશે કે તપગચ્છના અમુક મોટામોટા આચાર્યોએ આવા ઉત્તમ કાર્યમાં સાથ આપવાને બદલે પોતાના અનુરાગીઓને પણ એવો સાથ આપવાથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો ! એટલે અમે અંતઃકરણપૂર્વક ઇચ્છીએ છીએ અને વિનવીએ છીએ કે તપગચ્છના જે આચાર્ય-મહારાજો વગેરેએ આ ઉજવણી સામે આટલું સખત વલણ અખત્યાર કર્યું છે, તેનો તેઓ ફરીથી ગંભીરતાપૂર્વક વિચાર કરે અને જૈનશાસનને થના૨ લાભનો વિચાર કરીને ઊલટું આ ઉજવણીનો આકાર-પ્રકાર નક્કી કરી આપવામાં સાથ આપવા જેવું રચનાત્મક વલણ અખત્યાર કરે. આ બાબતમાં તપગચ્છના કેટલાય સમુદાયોના યુવાન, સમજણા, વિચારશીલ મુનિવરો આવું રચનાત્મક વલણ અખત્યાર કરવાનો અને આ ઉજવણીમાં પોતાની રીતે સાથ આપવાનો વિચાર ધરાવે છે એ એક આશાપ્રેરક શુભચિહ્ન છે. પોતાના સમુદાયોના વડીલોના એકતરફી અને મક્કમ વિરોધી વલણને કારણે આવા નવયુવાન મુનિવરોની ભાવનાને સફ્ળ થવામાં કેટલાક અવરોધો આવે અથવા તો એમાં વિલંબ થાય એવું બને. પણ એક સારી એવી સંખ્યા ધરાવતા આવા વિચારશીલ અને ઉત્સાહી મુનિવરોની ઊર્મિને કાયમને માટે દબાવી દેવામાં ન તો શાસનને લાભ છે Jain Education International ૯૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy