SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે પોતાના પિતાશ્રીની રૂઢિગત ધાર્મિકતાને યુગાનુરૂપ રૂપાંતરે અપનાવેલી. એથી જ પોતાને અને બે નાના ભાઈઓને ન-માયા મૂકીને, પોતાનાં બાળવિધવા ફોઈને પણ સાથે લઈ દીક્ષા લેતા પિતા પ્રત્યે તેમણે વાજબી પુણ્યપ્રકોપ દર્શાવેલો. ઉપર નિર્દેશેલા તેમના ઘડતરકાળમાં જૈનધર્મ-સમાજની અને મુનિચર્યાની અનેક બદીઓ જોવા-સમજવા-વિચારવાનો અવસર મળતો રહેલો. સાથે પ્રાચીન શાસ્ત્રોનું પણ યુગાનુરૂપ તેજસ્વી અધ્યયન – ભલે સંજોગાનુસાર મર્યાદિત – કરવાની કીમતી તક પણ મળી. તો બીજી બાજુ તેઓ શાસ્ત્રજડતાનાં અનેક રૂપો પણ સારી પેઠે સમજી શકેલા. આવી વિવેકિતાએ એમનાં લખાણોને ઉચ્ચાશથી, છતાં લોકભોગ્ય બનાવ્યાં. પોતે ગૃહસ્થજીવન પસંદ કર્યું હોઈ પ્રાપ્ત સંજોગોમાં વ્યવહારુ શિક્ષણ માટે ય તેમણે શક્ય પગલાં ભર્યા હતાં. યથાસમય લગ્નજીવન પણ સ્વીકાર્યું. તેથી ઊછરતા નાના ભાઈઓ સહિતની કૌટુંબિક જવાબદારીને લીધે કૉલેજ-શિક્ષણમાં પ્રવેશીને પણ આગળ ન વધી શક્યા. તેમ છતાં વિદ્યાવૃત્તિના સમર્થ બીજને કારણે આપબળે વિકસતા રહ્યા. ડિગ્રીની ખોટ વધારાની પરિશ્રમશીલતાથી પૂરીને, સંતોષથી મુખ્ય વ્યવસાયરૂપે તે-તે નોકરી દ્વારા કુટુંબનિર્વાહ કરતા રહ્યા. નોકરી પણ પોતાના સંસ્કારની વૃદ્ધિને અનુકૂળ હોય તેનો યથાસંભવ ખ્યાલ રાખતા. વળી પ્રામાણિકતા અંગેના પોતાના આગવા ખ્યાલ મુજબ જિંદગીમાં ચારેક વખત તો પોતાના પગાર કંઈક ઓછા પણ કરાવેલા – ભલે એ કારણે વધારે પૂરક કામો કરવા પડે છે તેવાં કામો પણ પોતાના સંસ્કારને અનુરૂપ હોય તે જોતા જૈનની કામગીરી પણ આવી જ હતી. સંજોગોવશાત્ તેમને ચૌદ વર્ષ રૂ-બજારમાં સેક્રેટરી તરીકે નોકરી કરવી પડેલી. પણ વ્યવહાર અને આદર્શના સમન્વયની આગવી સૂઝથી એમણે ઉપરી શ્રેષ્ઠીઓનાં હૃદયમાં ઊંચી પ્રતિષ્ઠા મેળવેલી; ને છતાં તેઓ શેર કે સટ્ટાથી સદંતર દૂર રહી શકેલા! જેન’ના પત્રકારત્વથી બંધાયેલી ઊંચી કીર્તિને લીધે અનેક જૈન શ્રેષ્ઠીઓનો વિશ્વાસ સંપાદિત કર્યા છતાં પૂરું અદૈન્ય જાળવેલું અને સંબંધોને કોઈ રીતે વટાવવા પ્રેરાયેલા નહિ. આવા અજાચક બ્રાહ્મણતુલ્ય વ્યવહારે એમની વાણીમાં અને લેખિનીમાં અભય અને ધિંગું સત્યપરાક્રમ આપ્યું. વ્યાવસાયિક અને જાહેર જીવનનાં ભરપૂર રોકાણો છતાં એમનું પારિવારિક જીવન પણ પ્રેમપૂર્ણ હતું. તેમાં તેઓ અમારાં માતુશ્રી મૃગાવતીબહેનની ખાનદાની, સરળતા અને પ્રેમાળ સહકારિતાનો પણ સુયોગ પામેલા. બાળકોના ધોરણસરનાં ઉછેર અને શિક્ષણ ઉપરાંત ઘરના સર્વ સભ્યોના સ્વાતંત્ર્યની અને ગૌરવની પણ ઊંચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy