SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : 3 છીએ ! પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા સારા-ખોટા સંસ્કાર-કુસંસ્કારની છાયા આપણાં સંતાનો ઉપર પડ્યા વગર રહેતી નથી. ચારેક મહિના પહેલાં, તા. ૨૫-૧૨-૧૯૬૦ના રોજ મુંબઈમાં ધાર્મિક-શિક્ષકસન્માન સમારંભ ઉજવાયેલો, એ પ્રસંગે ધર્મસંસ્કાર અને વિદ્યાના પ્રેમી આપણા જાણીતા સગૃહસ્થ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ પોતાના ભાષણમાં સંતાનો પ્રત્યેની મા-બાપોની ઉપેક્ષાવૃત્તિ અંગે જે કહ્યું હતું, તે સૌ કોઈ મા-બાપોએ (તેમ જ ગુરુઓએ પણ) ધ્યાન આપવા જેવું છે : “સૌથી છેલ્લી વાત બાળકોની બાબતમાં છે. બાળકો ધાર્મિક અભ્યાસમાં રસ લેતાં નથી, પાઠશાળામાં નિયમિત હાજરી આપતાં નથી, અભ્યાસમાં એકચિત્ત થતાં નથી, નાટકો-સિનેમા જોયા કરે છે આવી-આવી અનેક ફરિયાદો સાંભળવામાં આવે છે, પરંતુ આ પરિસ્થિતિ માટે ધાર્મિક શિક્ષણ કે શિક્ષકો જવાબદાર નથી, પરંતુ બાળકોના મા-બાપ જ્વાબદાર છે. મા-બાપ બાળકો સાથે ગમે તેમ વર્તે, ગમે તેવા તોછડા શબ્દોથી બાળકોનું અપમાન કરે, તેમ જ કાળાં-ધોળાં કર્યાં કરે, અને તેમ છતાં પોતાનાં સંતાનો સંયમી, વિવેકી અને ચારિત્રશીલ થાય એમ ઇચ્છે, તો આમ કદી બની શકે નહીં. ૨૪૭ “માતા અને પુત્ર વચ્ચેના નૈસર્ગિક પ્રેમ જેવો બીજો પ્રેમ જગતમાં કોઈ નથી, અને તેથી જ પિતા કરતાં માતાની જવાબદારી સંતાનોની બાબતમાં વધુ હોય છે. અરીસામાં મોઢું જોઈએ અને મોઢું ગંદું લાગે, તો આપણે અરીસાનો દોષ નથી કાઢતા, પરંતુ મોઢું સાફ કરીએ છીએ; આવી જ બાબત આપણાં સંતાનોની છે. તેઓ ખરાબ હોય તો તેને માટે આપણે પોતે જ જવાબદાર છીએ, બાળકો તો સ્ફટિકની મૂર્તિ જેવાં છે.... એટલે આપણે આપણાં સંતાનોને જેવાં કરવાં હોય તેવાં આપણે પોતે બની તું એ જ સૌથી ઉત્તમ માર્ગ છે. આપણે ખરાબ બનીને આપણાં સંતાનોને સારાં બનાવી શકવાનાં નથી, કારણ કે કુદરતની સજામાંથી કોઈ છટકી શકતું નથી.'' શ્રી મનસુખભાઈએ જે વિચારો રજૂ કર્યાં છે, તે બહુ જ સ્પષ્ટ અને વિચાર કરવા પ્રેરે એવા છે. માતા-પિતા ગમે તેમ વર્તે અને બાળકોને શિક્ષકો બધા સુસંસ્કાર આપી દે એમ માની લેવું એ કેવળ આત્મવંચના જ છે. માતા-પિતાએ યોગ્ય ભૂમિકા તૈયાર કરી હોય, તો શિક્ષકોનું કામ સો-ગણું દીપી નીકળે. પણ એ માટે ધ્યાન જ કોણ આપે છે? આપણી દુકાનનો વહીવટ આપણે નોકરોના ભરોસે છોડી દેતા નથી, પણ આપણાં સંતાનોનો ઉછેર આપણે રામભરોસે છોડી દઈએ છીએ એ પણ એક કરુણતા જ લેખાવી જોઈએ. આ સ્થિતિમાં સત્વર પરિવર્તન લાવવાની જરૂર છે. (તા. ૨૯-૪-૧૯૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy