________________
૧૭૨
જિનમાર્ગનું જતન “અત્યારે ઘણા-ખરા દેશોમાં મૃત્યુશિક્ષાને બંધ કરી દેવામાં આવી છે. ભારતે હજી સુધી આ દિશામાં કશું પગલું નથી ભર્યું. એને લાગે છે, કે ફાંસીની સજા રદ કરી દેવાથી ક્યાંક ગુનાઓની સંખ્યા વધી ન જાય ! હું કાયદાના નિષ્ણાતોની વચ્ચે માથું મારવા નથી ઇચ્છતો; પણ એટલું જરૂર કહેવા ઇચ્છું છું, કે વ્યક્તિને મારી નાખવાથી ગુનાની સંખ્યા ઓછી નહીં થાય. ગુનાઓની રુકાવટ તો હૃદય-પરિવર્તનથી જ થઈ શકવાની છે. ફાંસીની સજાથી વ્યક્તિને નામશેષ કરી શકાય છે, નહીં કે ગુનાને. તેથી આ દિશામાં વિચાર કરવાની જરૂર છે.” (“જૈનભારતી', તા. ૨૯ ૬-૧૯૬૫)
આચાર્ય તુલસીજીએ ફાંસીના વિરોધમાં બહુ મહત્ત્વની અને પાયાની વાત કહી છે. ભાઈ થોમસ અને એના જેવા નવલોહિયા જુવાનોનો ભોગ અને એમની અંતિમ ભાવનાઓનો સંદેશ એ જ છે, કે ફાંસીની સજા આપણા દેશમાંથી તેમ જ દુનિયાના બધા દેશોમાંથી વહેલામાં વહેલી તકે, કાયમને માટે, નાબૂદ થાય!
(તા. ૨૭-પ-૧૯૭૩)
(૨૩) ઘોર હિંસાવૃત્તિ પર અહિંસાની એ સિદ્ધિ!
માણસને માણસ બનાવે તે ધર્મ. માનવદેહમાં માનવતાની ભાવના ન ખીલે તો માનવ અને પશુ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય અને માનવજન્મ એળે જાય. અને
જ્યારે માનવીને માનવતાનું વરદાન મળે છે, ત્યારે માનવ દેવ કરતાં પણ ચડિયાતો બની જાય છે, અને દેવોને ય દુર્લભ એવી વિરલ સિદ્ધિઓ મેળવે છે.
માનવીને માનવી બનાવવાનું કામ અહિંસા અને એનાં જ અંગરૂપ કરુણા, પ્રેમ અને મૈત્રીભાવ દ્વારા જ થઈ શકે છે. અહિંસાના આધાર વગર માનવીને માનવી બનાવવાનો ધર્મનો હેતુ સફળ થઈ શકતો નથી. અહિંસાને ભૂલીને થતી બધી પ્રવૃત્તિ માનવીને ધર્મથી દૂર ને દૂર દોરી જાય છે; એવી પ્રવૃત્તિ કેવળ છાર ઉપર લીંપણ કરવા જેવી નિરર્થક જ બને છે. એથી જ અહિંસાને “પરમ ધર્મ તરીકે બિરદાવવામાં આવેલ છે.
આ વિચારણાના પ્રકાશમાં તાજેતરમાં ચંબલના બહારવટિયાઓની સ્વયંપ્રેરિત શરણાગતિનો જે બનાવ બન્યો, અને એ દ્વારા અહિંસામાં રહેલી સર્વમંગલકારી વિશિષ્ટ શક્તિનાં અને અહિંસાની એક વધુ સિદ્ધિનાં જે સુભગ તેમ જ આહ્લાદકારી દર્શન થયાં એ સંબંધી કેટલીક વિચારણા કરવા જેવી લાગવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org