________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૯
૧૬૧
ઉપયોગ કરવાની અપીલ કરી. સંશોધન હાથ ધરવામાં આવ્યું. પ્રાણીઓને બદલે વનસ્પતિ તેલો, રંગો, છોડો તેમ જ પુષ્પોના એસેન્સોનો વપરાશ વધવા લાગ્યો.
ત્યાર બાદ સૌંદર્ય-પ્રસાધનો અંગેના એક યુરોપના રસાયણશાસ્ત્રીની દેખરેખ હેઠળ ક્રૂરતાનો આશ્રય લીધા વગર થઈ શકે તેવી બનાવટોની એક યાદી તૈયાર કરવામાં આવી. પ્રચારસમિતિએ વધુ ને વધુ સ્ટોકિસ્ટો મેળવવા માટે પ્રચાર આરંભ્યો, પ્રદર્શનો યોજાયાં અને થોડા સમયમાં જ કૉમ્પશન' નામનું સામયિક પણ શરૂ કર્યું, જેનો પ્રચાર બિટન ઉપરાંત અમેરિકા, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ કરવામાં આવ્યો.
“ગયા વર્ષે જ ચળવળના સંચાલકોએ “શાંગ્રીલા' નામનું એક પ્રાણીઘર ખોલ્યું, જેમાં ખોવાયેલાં, ઘાયલ થયેલાં અને નિરર્થક બની ગયેલાં પ્રાણીઓને આશ્રય આપવાનું શરૂ કરાયું. યુવાન-વર્ગ અહીંથી પાળવા માટે જોઈતાં પશુઓ લઈ શકે છે, તેમ જ આ પશુઓની સંભાળ કેમ રાખવી તે પણ શીખવવામાં આવે છે.
“કૂરતાવિહોણા સૌન્દર્યની આ ચળવળને વર્તમાનપત્રો, ટેલિવિઝન અને રેડિયોના કાર્યક્રમો દ્વારા પ્રસિદ્ધિ આપવામાં આવે છે, પરિણામે ચળવળ સુંદર પ્રગતિ સાધી રહી છે.
“આ સંસ્થા અત્યારે લંડનમાં ૩૦ મહિલા-સભ્યોની એક સમિતિ ધરાવે છે. સામાન્ય સભ્યોની સંખ્યા પણ ઝડપભેર વધી રહી છે. સભ્યપદ સંબંધમાં તેમ જ સંસ્થાની અન્ય માહિતી માટે લેડી ડાઉઝિંગ, ઓક ગેઈટૂસ, સાઉથ બરો, ટન બિજ, વેલ્સ કેન્ટનો સંપર્ક સાધી શકાશે.”
અહિંસાને પરમધર્મ માનનારા આપણે પ્રાણી હિંસાના કેવા-કેવા નવા માર્ગો હાથ ધરાઈ રહ્યા છે એની માહિતી મેળવવામાં ઠીક-ઠીક પછાત છીએ; અને એટલા પ્રમાણમાં આપણી અહિંસાનું તેજ ઝાંખું પડે છે. જો અહિંસાને તેજસ્વી અને સચેતન રાખવી હોય, તો આવી બધી બાબતોમાં આપણે ખૂબ સજાગ થવું જોઈએ એમ ઉપરના લખાણ ઉપરથી સમજવું જરૂરી છે.
ઉપરાંત પ્રાણીદયાની દિશામાં કયાં-ક્યાં કેવા પ્રયત્નો ચાલી રહ્યા છે તેની માહિતી મેળવતા રહીને એને સહર્ષ પ્રોત્સાહન આપતા રહેવું એ સહુ જીવદયાપ્રેમીઓનો ધર્મ છે. લેડી ડાઉઝિંગનો કરુણા પ્રેરિત આ પ્રયત્ન આપણને જાણે કરુણાને સક્રિય રાખવાની બાબતમાં જાગૃત કરીને “પાળે તેનો ધર્મ' એ વાતનું ભાન કરાવી જાય છે. કરુણાપરાયણ એ બહેનને અનેકાનેક ધન્યવાદ !
(તા. ૪-૨-૧૯૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org