________________
૧૬૨
(૨૦) રેશમ અને અહિંસા
આસવાલ કંઈ આપણા માટે નવો નથી. રેશમ હિંસક રીતે તૈયાર થાય છે અને તેથી એનો ઉપયોગ કરવામાં હિંસાનો દોષ લાગે છે. એટલા માટે અહિંસાના પાલનને પોતાના ધર્મ તરીકે સ્વીકારનાર સૌ કોઈને માટે રેશમનો ઉપયોગ વર્જ્ય લેખાવો જોઈએ, અને પ્રભુની પૂજા-સેવા વખતે રેશમી વસ્ત્રો પહેરવાં તેમ જ ધાર્મિક ક્રિયાકાંડોમાં રેશમના ઉપયોગને અનિવાર્ય લેખવો એ તો અહિંસાધર્મીને માટે પહેલી દૃષ્ટિએ દૂર કરવા જેવી બાબત છે એની ચર્ચા આપણે ત્યાં વર્ષો પહેલાં થઈ ચૂકી છે. આમ છતાં મોજશોખ, સામાજિક રિવાજો, પ્રભુપૂજા અને ધાર્મિક વિધિવિધાનો નિમિત્તે રેશમનો ઉપયોગ કર્યા વગર આપણને ચાલી શકે એવી કલ્પના જ જાણે આપણે કરી શકતા નથી. તેથી કેટલાંય વર્ષો પહેલાં, અહિંસાના પાલનના અનુસંધાનમાં રેશમનો ઉપયોગ બંધ કરવા અંગે ઠીકઠીક ચર્ચા-વિચારણા અને ઊહાપોહ થયેલ હોવા છતાં, એ બધું રેતીને પીલવા જેવું નિરર્થક નીવડ્યું છે, અને આપણે ત્યાં રેશમનો ઉપયોગ જેમનો તેમ ચાલુ રહ્યો છે.
પણ, આપણને ગમે કે ન ગમે, આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, તેમ જ આપણે ધ્યાન આપવા તૈયાર હોઈએ કે ન હોઈએ, તો પણ જે વસ્તુ અહિંસાની દૃષ્ટિએ અનુચિત છે તે સદાકાળ અનુચિત જ રહેવાની છે, અને એ અનુચિતતા તરફ દુર્લક્ષ્ય કરીને આપણે એનો ઉપયોગ કર્યા કરીશું, તેથી કંઈ આપણે હિંસાના દોષથી બચી શકવાના નથી.
જિનમાર્ગનું જતન
રેશમી વસ્ત્રના વણાટ માટે જે સળંગ તાંતણા જોઈએ તે માટે જીવતા લાખો કોશેટાઓને ખૂબ ઊના ખદખદતા પાણીમાં નાખીને જે રીતે એમનો નાશ કરવામાં આવે છે, તે દૃશ્ય ખરેખર દિલને કંપાવી મૂકે એવું હોય છે. એ ક્રૂરતા આપણી નજર સામે આચરવામાં ન આવતી હોય, એટલામાત્રથી એ વસ્તુનો ઉપયોગ હિંસાદોષથી મુક્ત માની લેવો એ તો નર્યું અજ્ઞાન જ છે. જો આ રીતે જ કોઈ પણ વસ્તુને હિંસાદોષથી મુક્ત માનવામાં આવે તો તો કેટકેટલી હિંસક ચીજો અહિંસક ગણાઈ જાય !
આવી ઘોર હિંસા તરફ આપણું ધ્યાન ભારપૂર્વક દોરવામાં આવ્યું હોવા છતાં જ્યારે આપણે એનો ત્યાગ કરવા તરફ ન વળ્યા, આપણા ધર્મગુરુઓ પણ સંઘને એ માટે સાવધાન કરવા ન પ્રેરાયા; એટલું જ નહીં, એમનાં પોતાનાં ઉપકરણોમાં પણ એમણે રેશમનો ઉપયોગ ચાલુ રાખ્યો, ત્યારે સમજવું રહ્યું કે આપણે વાસ્તવિક અહિંસાધર્મના બદલે અહિંસાની રૂઢિને સાચવવા તરફ જ લક્ષ્ય આપીએ છીએ. જો અહિંસાનું પાલન એક ધર્મ તરીકે કરવાનું આપણા ચિત્તમાં વસ્યું હોત, તો આપણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org