________________
૬૦
જિનમાર્ગનું જતન હત્યાકાંડ સર્જાયો. તેથી વિશ્વશાંતિ તો દૂર રહી, ગામશાંતિ કે ઘરશાંતિને પણ જાણે આગ ચંપાઈ ગઈ. એ આગના તણખા હજુ ય આખી માનવજાતને સંતપ્ત કરી રહ્યા છે. બીજી બાજુ આ વિશ્વયુદ્ધોની ભયંકરતાના અનુભવની પ્રતિક્રિયારૂપે આજકાલ વિશ્વશાંતિનો નાદ પણ ઠીક-ઠીક બુલંદ બનવા લાગ્યો છે – અલબત્ત, એ વિશ્વશાંતિ માટે જરૂરી સ્વાર્થ-સમર્પણ કરવાની લોકોની બહુ ઓછી તૈયારી છે. આ જોતાં થોડા દિવસો પહેલાં સેવાગ્રામમાં મળેલ વિશ્વશાંતિવાદીઓની પરિષદ્ સમક્ષ શ્રી વિનોબા ભાવેએ ઉચ્ચારેલું “મહાયુદ્ધ અહિંસાની બહુ નજીક હોય એમ મને લાગે છે એ વાક્ય બહુ સારું લાગે છે. દુનિયાએ એક બાજુ આવાં ભીષણ વિશ્વયુદ્ધોનો સાક્ષાત્ અનુભવ કર્યો અને બીજી બાજુ મહાત્મા ગાંધીજીએ અને એમની પ્રેરણા મુજબ હિંદુસ્તાને આચરી બતાવેલ અહિંસાનું સુસ્પષ્ટ દર્શન થયું ત્યારે સ્વાભાવિક રીતે જ વિશ્વયુદ્ધોથી બચવા માટે અને વિશ્વશાંતિની સ્થાપના માટે આખી દુનિયાનું ધ્યાન અહિંસા તરફ ગયું.
ગત દ્વિતીય વિશ્વયુદ્ધના સર્જક ગણાયેલા જર્મની અને જાપાન એ બે દેશો યુદ્ધ સર્જેલી ભયંકર તારાજીનો જીવલેણ અનુભવ કર્યા પછી આજે કેવી શાંતિચાહક મનોવૃત્તિ સેવી રહ્યા છે તે તા. ૧-૧-૧૯૫૦ના “હરિજનબંધુ'માંના “સર્વ રાષ્ટ્રોની પહેલાં માનવ' શીર્ષકના નીચે આપેલા લખાણમાંથી બરાબર જાણવા મળે છે :
૧૯૪પના ઓગસ્ટની તા. ૬ ઠ્ઠી અને ૯મીએ હિરોશિમા અને નાગાસાકી પર પહેલાં બે પરમાણુ-બોમ્બ ફેંકાયા; પરિણામે જાપાનના યુદ્ધદેવો શરણે ગયા. તેમાં સૌથી આશ્ચર્યની વાત તેના પ્રત્યાઘાતરૂપે તે ભયાનક કૂરતામાંથી બચી જવા પામેલાઓના દિલમાં જે લાગણી જન્મી તે છે. પહેલાં હિરોશિમાના મેયરની અને તેની પાછળ નાગાસાકીના મેયરની આગેવાની નીચે કાળનો ભોગ બનેલા શહેરના બચી જવા પામેલા શહેરીઓએ પોતાનાં શહેરો વિશ્વશાંતિ માટે અર્પણ કર્યા છે. બહુ જ વિશાળ હૃદયથી અને ઉદારતાથી તેમણે વિજેતા દેશોના ગુનેગારોને ક્ષમા આપીને તેમને શરમમાં મૂકી દીધા છે. તેમણે જાહેર કર્યું છે કે અમે અમારી યાતનાઓને વિશ્વશાંતિ અને પરસ્પર સમજણ માટેના યજ્ઞાર્થે સમર્પણ ગણીશું. હિરોશિમાનો એક જાહેર બાગ વિશ્વશાંતિના કેન્દ્ર માટે અર્પણ કરવામાં આવ્યો છે. દર વર્ષે ત્યાંથી “હવે પછી એકે યુદ્ધ નહીં એવો પ્રચાર થાય છે. ધીરે-ધીરે ૧૯૪૯ સુધીમાં હવે દુનિયાના આમલોકો પણ તેમની સાથે આ પ્રચારમાં જોડાયા છે.
અઠ્ઠાવીસ દેશોમાં વિશ્વશાંતિદિન પળાયો હતો. સૌથી વધુ ભવ્ય ઉત્સવ કદાચ બર્લિનમાં થયો હતો. ત્યાં જાહેર બાગમાં ખુલ્લી સભા બાદ એક મોટું કાંસાનું કોરું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તે પર આ શબ્દો કોતર્યા હતા : “સર્વ રાષ્ટ્રોની પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org