________________
અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૨
૧૧૩ આત્મા, એવા જ આત્માનું વિશ્વના સમગ્ર ચેતનવંત તત્ત્વમાં દર્શન કરવું અને એ દર્શનને પરિણામે નાના-મોટા દેહધારી જીવમાત્ર સાથે સમવેદના, સહાનુભૂતિ, સમાનતા અને છેવટે એકતાનો અનુભવ કરવો એ જ માનવજીવનનો ખરો લ્હાવો છે, અને એ લ્હાવાને હાંસલ કરવાનો રાજમાર્ગ છે જીવદયા કે અહિંસા.
આ તો થઈ જરાક તાત્ત્વિક કે ઊંચી દૃષ્ટિથી જીવદયાની વિચારણા. પણ કેવળ દુન્યવી લાભાલાભની દૃષ્ટિએ વિચાર કરીએ તો પણ જીવદયા મહત્ત્વનું સ્થાન પામી જાય એમ છે.
ભગવાન શ્રીકૃષ્ણની ગોભક્તિ સમગ્ર ભારતમાં આબાલ-ગોપાલમાં જાણીતી છે. ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ કોટિના શ્રાવક શિષ્યોમાંના કેટલાકની સંપત્તિની ગણના એમની પાસેનાં ગોકુળો ઉપરથી કરવામાં આવી છે. એ બધા ઉપરથી જાણી શકાય છે, કે પશુધન એ દેશની એક મહત્ત્વની સંપત્તિરૂપ છે.
જે કાળમાં માનવવ્યવહારમાં સિક્કાઓનું અત્યારના જેટલું વધારે પડતું મહત્ત્વ નહોતું અને સિક્કાઓના ઢગ જમાવવાની હડકાથી વૃત્તિએ માનવીના અંતરનો કબજો નહોતો લીધો, ત્યારે માનવી ભારે પશુપ્રેમી હતો અને પશુઓને પાળવામાં, ઉછેરવામાં અને તેનું રક્ષણ કરવામાં તેને જીવંત રસ હતો. અને પશુઓ માનવીના એ પ્રેમનો પૂરો બદલો વાળી આપતાં.
પશુપાલન અને પશુપ્રેમના એ યુગમાં, બીજું ગમે તે હોય, પણ માણસ ખાધેપીધે દુઃખી કે શરીરે કંગાળ ન હતો. એ ચોપગાં પશુઓ એનું ખેતર ખેડવામાં કામ આપતાં, રણમેદાન જીતવામાં હેરત પમાડે એવી કુશળતા દાખવતાં અને એની કાયાને પુષ્ટ કરવા માટે દૂધ-ઘીનાં અમૃતનાં દાન કરતાં.
કેવળ આર્થિક દૃષ્ટિએ પણ માનવ-જીવનમાં આ પશુઓ અને ઢોરોનું ભારે અગત્યનું સ્થાન છે. એની ખાસ વિશેષતા તો એ છે કે પૈસાની શક્તિ એની ખરીદશક્તિ)માં તો નિરંતર ભરતી કે ઓટ આવ્યા જ કરે છે, જ્યારે પશુ-સંપત્તિની શક્તિ લગભગ એકરૂપે જ ચાલ્યા કરે છે. શેર ઘી કે શેર દૂધ ગમે ત્યારે એટલી જ શક્તિ આપવાનાં. પશુ-સંપત્તિની શક્તિનું આ અચળપણું આપણે ભૂલી ગયા છીએ, પણ એને સંભાર્યે જ આપણો આરો છે, (અલબત્ત, અત્યારના સિક્કાના ચલણની અસર પશુપાલન કે ઘી-દૂધ પર પડ્યા વગર નથી રહી; છતાં ઘી-દૂધની મૂળ શક્તિમાં તો તેથી વિશેષ ફરક નથી પડતો. માત્ર એટલું જ કે એ ખરીદવાની આપણી પોતાની શક્તિમાં ફેર પડી જાય છે ખરો.) એ ચોપગાં પશુઓ જીવતાં આપણી અનેક પ્રકારની સેવા કરે છે અને મરીને પણ એનાં હાડચામથી આપણી અનેક સગવડો પૂરી પાડતાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org