________________
સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૫, ૬
૪૩૩
છેવટે જૈન સમાજે આ દાખલા ઉપરથી સરકારની ટીકા કરવાને બદલે, તેમ જ સરકારના આવા પગલા માટે કચવાટ સેવવાને બદલે, સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો આદેશ આપતી જૈન સંસ્કૃતિ પ્રત્યે દુનિયા કેમ આકર્ષાતી નથી એનો અંતર્મુખ બનીને વિચાર કરવાની જરૂર છે. એવું ન બને કે આપણે કૂપમંડૂકપણામાં ડૂબ્યા રહીએ અને દુનિયા આગળ વધી જાય? આજે તો એવું જ બની રહેલું અમને સ્પષ્ટ ભાસે છે. એમાં દોષ આપણો પોતાનો જ છે. બુદ્ધ-જયંતીનો પ્રસંગ આપણને સાચી વાત સમજવા પ્રેરે એ જ અભિલાષા.
(તા. ૩-૩-૧૯૫૬)
(૬) ના. પોપનું ભારત-દર્શન આપણા દેશના મોવડીઓ આપણી પ્રજાની મૂળ શ્રદ્ધાભક્તિપરાયણ પ્રકૃતિને સમજવા બિનતૈયાર હોઈ ખ્રિસ્તી ધર્મની રોમન કેથોલિક શાખાના અત્યારના વડા ધર્મગુર નામદાર પોપ પૉલ છઠ્ઠાનું ભારત-દર્શન આપણા આવા રાજદ્વારી આગેવાનો માટે દાખલારૂપ કે માર્ગદર્શક બની રહે એવું છે. રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મની રોમ જેટલે દૂર આવેલી રાજધાની વેટિકન નગરીમાં રહ્યાંરહ્યાં પણ અભ્યાસ કરીને, તેમ જ ફક્ત એક જ વાર, તે ય માત્ર પાંચ-સાત દિવસ માટે માત્ર મુંબઈ શહેર પૂરતી જ આ દેશની મુલાકાત લઈને પોપ પૉલ છઠ્ઠાએ ભારતની પ્રજાની પ્રકૃતિની સાચી પિછાણ કરી લીધી એમ કહેવું જોઈએ.
શ્રી જીનગટન એ ફ્રાંસના નામાંકિત લેખક અને લાંબા સમયથી પોપ પોલ છઠ્ઠાના મિત્ર છે. એમણે પોપ પૉલ છઠ્ઠાને અનુલક્ષીને ફ્રેંચ ભાષામાં લખેલું એક પુસ્તક ગયા સપ્ટેમ્બર મહિનામાં પ્રગટ થયું છે, અને બીજી ભાષાઓમાં પણ એના અનુવાદ પ્રગટ થયા છે. પોતાનું આ પ્રકાશને કાળગ્રસ્ત ન બને એવી ખ્વાહેશથી વિશિષ્ટ રીતે તેને લેખકે તૈયાર કર્યું છે. એમાં એમણે ના. પોપ સાથેના ઘણા પ્રશ્નોત્તરો આપ્યા છે. અને ૧૯૬૪માં પોપ પૉલ છઠ્ઠાએ ભારતની મુલાકાત લીધેલી એને અનુલક્ષીને શ્રી જીનગટને એમને એક પ્રશ્ન પૂછેલો. એનો ના. પોપે જે જવાબ આપેલો એનો ટૂંકસાર મુંબઈથી પ્રગટ થતા “ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'ના તા. ૨૭-૯-૧૯૬૭ના અંકમાં તથા બીજાં અખબારોમાં પ્રગટ થયેલો તે અમારા જોવામાં આવેલો. તે ઉપરથી અમે અમારા મિત્ર શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા મારફત મુંબઈના ખ્રિસ્તી ધર્મના વડાગુરુ પાસેથી એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org