________________
સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૧
છે : “શું આનું જ નામ ધર્મ અને ધાર્મિકતા ?”” પરિણામે એના મનમાં પ્રત્યાઘાત પડે છે કે “ફટ્ આવાં ધર્મ અને ધાર્મિકતાને”. એટલે ધર્મના શિક્ષણ અને પાલનથી જીવન સદાચારી અને પ્રામાણિક બને છે એ બતાવવાની વિશેષ જવાબદારી ધાર્મિક ગણાતી વ્યક્તિઓની છે; અને આ વાત તેઓએ પોતાના જીવન અને વ્યવહા૨થી જ સાચી કરી બતાવવાની છે. પણ જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ સાથે જેમને ભાગ્યે જ કશો સંબંધ છે, એવાં, ધર્મને નામે પ્રચલિત બનેલાં બાહ્ય વિધવિધાનો અને ક્રિયાકાંડોની અત્યારે દેશમાં જે બોલબાલા થઈ રહી છે, એ જોતાં અત્યારે તો આપણા ધર્મનાયકોનું તેમ જ ધાર્મિક ગણાતી વ્યક્તિઓનું ધ્યાન જીવનને અને વ્યવહારને વિશુદ્ધ બનાવે એવી ધાર્મિકતાની પ્રતિષ્ઠા કરવા તરફ જાય એવી આશા બહુ ઓછી છે; અને છતાં આ બાબતમાં આપણે નિરાશ થઈને નિષ્ક્રિય બની જવાની જરૂ૨ નથી.
આ દૃષ્ટિએ જ્યારે નવી પેઢીને નીતિ-સદાચારનું શિક્ષણ શાળાઓ મારફત આપવાનો વિચાર કરવામાં આવે, ત્યારે આવું શિક્ષણ રાષ્ટ્રીય ધોરણે આપી શકાય એ રીતે એના સ્વરૂપનો વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. અને આ રીતે વિચાર કરતાં કોઈ પણ પંથ, ફિકા કે સંપ્રદાયને માન્ય ધર્મશિક્ષણ આપવાને બદલે ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ સૂચવ્યું છે તેમ, બધા ધર્મોને માન્ય અને બધા ધર્મોના સારભૂત સિદ્ધાંતોનો સંગ્રહ કરીને એનું શિક્ષણ નીતિ-સદાચારના સંસ્કાર માટે આપવું એ જ સાચો અને વ્યવહારુ માર્ગ છે. અને જો આપણા રાજ્યતંત્રવાહકો આ માટે સાચે જ ગંભીર અને કૃતનિશ્ચય હોય, તો આપણા દેશની બિનસાંપ્રદાયિક રાજનીતિને લેશ પણ ક્ષતિ પહોંચાડ્યા સિવાય, શાળાઓ અને કૉલેજો સુધ્ધાં દ્વારા આવું શિક્ષણ આપી
શકાય.
ભૂતકાળમાં ધર્મના નામે ચાલેલી સાઠમારીને લીધે આપણા દેશને જે પારાવાર નુકસાન વેઠવું પડ્યું છે, એને લીધે આપણે બિનસાંપ્રદાયિક રાજનીતિનો સ્વીકાર કર્યો એમાં શાણપણ અને દીર્ઘદૃષ્ટિ બંને રહેલાં છે. બિનસાંપ્રદાયિક રાજનીતિનો અર્થ એ છે કે દેશના તથા પ્રદેશોના રાજ્યસંચાલનમાં કોઈ પણ ધર્મની દખલગીરીને ચલાવી લેવામાં નહીં આવે, કોઈ પણ ધર્મને પ્રાધાન્ય ન આપતાં બધા ધર્મો પ્રત્યે સમાન દૃષ્ટિ રાખવામાં આવશે અને સ૨કા૨સંચાલિત કે સકારમાન્ય નાની-મોટી બધી શિક્ષણસંસ્થાઓમાં અમુક જ ધર્મને માન્ય એવું પરંપરાગત ધાર્મિક શિક્ષણ નહીં આપવામાં આવે. આ વાત તો બરાબર, પણ આ બિનસાંપ્રદાયિક રાજનીતિનો શિક્ષણના ક્ષેત્રે જે એવો આત્યંતિક અર્થ કરવામાં આવ્યો કે સરકારી શિક્ષણ-સંસ્થાઓમાં ધર્મસંસ્કા૨પોષક કે નીતિસદાચાર-પોષક કોઈ પણ જાતનું શિક્ષણ આપવું જ નહીં, ત્યાં આપણા રાજપુરુષો દિશા ચૂકી ગયા, અને એથી આપણને જે અપાર નુકસાન
Jain Education International
૨૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org