SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ જિનમાર્ગનું જતન થયું, એ વિદ્યાર્થી-આલમનાં તોફાનો, ગેરશિસ્ત અને સદાચરણ-વિમુખતારૂપે ઉઘાડું પડે છે; અને હવે તો આપણે આનાથી અકળાઈ કે ધરાઈ ગયા છીએ એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી થતી. દેશની આવી શોચનીય પરિસ્થિતિનો અભ્યાસ કરીને શ્રી પ્રકાશ-સમિતિ” તથા બીજી સમિતિઓએ પણ વિદ્યાર્થીઓને નીતિ-સદાચારનું શિક્ષણ આપવાની ભલામણ કરી છે. અને છતાં, સ્વરાજ્યના બે દાયકાના ભોગવટા પછી પણ, વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કરે એવું નીતિ-સદાચારનું શિક્ષણ કેવી રીતે આપી શકાય, એનો વ્યવહારુ માર્ગ આપણે હજુ સુધી શોધી નથી શક્યા એ એક હકીકત છે. રાષ્ટ્રીય ધોરણે ધાર્મિક શિક્ષણના સ્વરૂપ વિશે ગાંધીજીએ કહ્યું છે – ધાર્મિક શિક્ષણના નવા અભ્યાસક્રમમાં પોતાના ધર્મ સિવાયના અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતોનો (પણ)* સમાવેશ થવો જોઈએ. આ માટે વિદ્યાર્થીઓને દુનિયાના જુદાજુદા મહાન ધમના મહાન સિદ્ધાંતો આદરથી અને વિશાળ દૃષ્ટિની સહિષ્ણુતાની ભાવનાથી સમજવાની અને તેની પ્રશંસા કરવાની ટેવ કેળવવાની તાલીમ આપવી જોઈએ.” (સુરેન્દ્રનગર-પત્રિકા' તા. ૨-૩-૧૯૬૯ના અંકમાંથી ઉદ્ધત) વળી, આપણા દેશમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે ધર્મ-નીતિનું શિક્ષણ આપવાનો વિચાર અને નિર્ણય કરવામાં અમેરિકાના રાજવહીવટમાં ધર્મ પ્રત્યે કેવી દૃષ્ટિ રાખવામાં આવે છે એની માહિતી પણ કંઈક માર્ગદર્શક બની શકે એમ છે. પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા ટોરોન્ટો(કેનેડા)થી “નવી દુનિયામાં' નામે જે લેખમાળા “પ્રબુદ્ધજીવન' માટે લખી મોકલે છે, તેનો જે ૧૩મો લેખ તા. ૧-૩-૧૯૬૯ના અંકમાં છપાયો છે, તેમાં તેઓ આ અંગે લખે છે : ભારત ધર્મપ્રધાન દેશ ગણાય છે, અને આપણે અધ્યાત્મિકતામાં અન્ય કરતાં ચડિયાતા છીએ એવી સાચી-ખોટી ભાવના ભારતીયોમાં ઘર કરી ગઈ છે. પરંતુ રાજ્ય તરીકે ભારત ધર્મનિરપેક્ષ છે તેનો અર્થ રાજ્ય કરનારા “ધર્મની ઉપેક્ષા' એવો જ સમજે છે અને તે પ્રમાણે જ આચરણ કરતા હોય છે, અને અમારું રાજ્ય તો “સેડ્યૂલર’ છે એવો સાચો-ખોટો પ્રચાર કરવામાં મોટાઈ માનતા જણાય છે. આ અમેરિકન પ્રજામાં ધર્મને કેવું મહત્ત્વ છે તે પ્રમુખપદના વિધિ વખતે સમજાયું. પ્રમુખપદના વિધિમાં ચાર વાર તો ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી અને ઈશ્વરના આશીર્વાદ માગવામાં આવ્યા. જે ભાષણો થયાં તે આ ચાર વાર પાદરીઓએ જ કર્યા; અને છેલ્લે પ્રમુખે કર્યું. એ બધાં ભાષણોમાં ઈશ્વર ઉપરની અટલ શ્રદ્ધાનાં દર્શન થયાં, અને મારે કહેવું જોઈએ કે આ પ્રસંગનું ટેલિવિઝન જોઈને મારું હૃદય પણ ગદ્ગદ થઈ ગયું. જ્યાં આપણી * કૌંસમાંનો શબ્દ અર્થસંગતિની દષ્ટિએ ઉમેર્યો છે. – સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy