________________
સામાજિક સુધારો અને વિકાસઃ ૩
૩૯૭ રોકવા આપણી ઊછરતી પેઢી કૃતનિશ્ચય થાય એવી આશા ભાગ્યે જ રાખી શકાય તેમ છે. અને તેથી જ આપણા દેશમાં પણ, કેટલાક વિદેશોની જેમ, ઘરડાં-ઘર કે વૃદ્ધાશ્રમો સ્થપાતાં જાય છે.
વૃદ્ધાશ્રમો સ્થાપવાની પ્રવૃત્તિને કોઈ બદલાતી જતી સમાજ-વ્યવસ્થાના એક અનિવાર્ય અનિષ્ટ તરીકે આવકારે એ બનવા-જોગ છે. પણ માનવતા, ધાર્મિકતા અને સંસ્કારિતાની કસોટીએ જો આ વિચારને આપણે કસી જોઈએ તો આપણને એ સમજાતાં-સ્વીકારતાં વાર ન લાગવી જોઈએ કે સમાજ-વ્યવસ્થામાં વૃદ્ધાશ્રમોની જરૂર એ સંસ્કૃતિનું ગૌરવ વધારે એવી નહીં પણ એને માટે શરમજનક કે કલંકરૂપ બાબત છે. એક વિચારક બહેને આ બાબત તરફ ઠીક-ઠીક સ્પષ્ટતાથી આપણું ધ્યાન દોર્યું છે. એ તરફ સૌનું ધ્યાન દોરવા માટે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુંબઈમાંથી પ્રગટ થતા ગુજરાતી સાપ્તાહિક મુખપત્ર જૈનપ્રકાશમાં સ્ત્રી-શક્તિ' વિભાગનાં સંપાદિકા શ્રી શારદાબેન બાબુભાઈ શાહ તા. ૧-૩-૧૯૭૬ના “જૈનપ્રકાશમાં “વૃદ્ધાશ્રમો એક શરમની વાત' એ નામે એક નોંધમાં કહે છે :
વર્તમાન જીવનમાં જાતજાતની સામાજિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ બધામાં ખરેખર શરમ અને કરુણા ઉપજાવે એવી કોઈ સંસ્થા હોય તો તે છે વૃદ્ધો માટેના આશ્રમો. જે મા-બાપ પોતાનાં સંતાનોને અનેક કષ્ટ વેઠી મોટાં કરે છે, તેમને પાછલી અવસ્થામાં કુટુંબની હૂંફ વચ્ચે રહેવાને બદલે વૃદ્ધાશ્રમનો આશ્રય લેવો પડે એ તો આપણા માટે ભારે શરમરૂપ અને માનવતાવિહોણી વાત ગણાવી જોઈએ.
પશ્ચિમમાં વૃદ્ધાવસ્થા કેવી ઉપેક્ષિત અને અસહાય અવસ્થા છે એ મેં અમેરિકાના પ્રવાસ વખતે નજરોનજર જોયું છે. એક માનવના હિસાબે તો વૃદ્ધો – કોઈ પણ દેશના હોય – હંમેશાં આદરણીય અને પૂજ્ય જ છે. આપણાં ઊજળા દાંત દ્વારા વૃદ્ધજનોની સેવા અને યોગ્ય કદરનો પશ્ચિમમાં પણ પ્રચાર થાય એવું કંઈક કરી બતાવવાને બદલે આપણે ત્યાં પણ ઘરડાં માટેનાં ગૃહો પ્રચારમાં આવે એ કેટલું ખોટું કહેવાય ? જે કંઈ અનિચ્છનીય બાબતો પ્રચારમાં આવે છે તેની અસર નાનાં-મોટાં સૌ કોઈ પર પડે છે. કુમળી વયનું બાળક પણ બોલી ઊઠશે: “મોકલી દો આ ડોસાને આશ્રમમાં...” ઘરની વહુ-દીકરીઓ પણ આવું ગણગણતી થઈ જશે.... કેટલું ખોટું કહેવાય ?.... ઘડપણ જીવનની ત્રણ અવસ્થાઓમાંની એક અનિવાર્ય અવસ્થા હોઈ આપણે પણ એ અવસ્થામાંથી છટકી નથી શકવાના એ જાગૃતિ કેળવી વૃદ્ધોના આદરને મહત્ત્વની વાત લેખીએ અને વૃદ્ધો માટેના આશ્રમોના અવળા પ્રચારને અટકાવી દઈએ એમાં આપણું શ્રેય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org