________________
૩૯૮
જિનમાર્ગનું જતના
જ્યારે આ વાતનો વિચાર કરવામાં આવે છે ત્યારે ઇસ્પિતાલો અને વૃદ્ધાશ્રમો તેમ જ પાંજરાપોળો તથા વૃદ્ધાશ્રમો – એ બંને વચ્ચેનો પાયાનો તફાવત ધ્યાનમાં લેવો જોઈએ.
ઇસ્પિતાલોનો હેતુ માંદાંની માવજત કરીને એમને સાજો કરીને એમને ઘેર પાછાં મોકલવાનો હોય છે તે સુવિદિત છે. એટલે માંદગીના બિછાને પડનાર વ્યક્તિ નાની ઉંમરની હોય કે વૃદ્ધ હોય, એને એટલી ખાતરી હોય છે કે સાજા થઈ ગયા પછી પોતાના ઘેર પાછા ફરવાનો સમય આવવાનો જ છે; એ આશા એને ઇસ્પિતાલમાં રહીને સારવાર લેવાની ધીરજ અને શક્તિ આપે છે. એમાં પણ ભારતવાસીઓના મનનું ઘડતર જ એવું છે કે એને દાક્તરોની સારવારના જેટલી જ સ્વજનોની મમતાની અપેક્ષા રહે છે. તો પછી આવા લાગણીભીના વાતાવરણમાં રહેવા અને જીવવા ટેવાયેલ આપણા વૃદ્ધજનોને કાયમને માટે વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવે તો એમની સ્થિતિ કેવી દયનીય બની જાય – જાણે ચાલતું-ફરતું, શ્વાસ લેતું મડદું જ સમજો!
વળી, માંદાં, અશક્ત, અપંગ ઢોરો માટે પાંજરાપોળો ખોલવી અને વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો સ્થાપવાં એ બે વચ્ચે પણ જમીન-આસમાન જેટલું અંતર છે. પાંજરાપોળો માનવસમાજની કરુણા-પરાયણતાની કીર્તિગાથા બની રહે છે, જ્યારે વૃદ્ધાશ્રમો સુધરેલા ગણાતા માનવસમાજની અસહિષ્ણુતા, કર્તવ્યવિમુખતા અને સ્વપરાયણતાની શોચનીય કહાણી સંભળાવે છે ! (જે વ્યક્તિનું સંસારમાં કોઈ જ સગુંવહાલું ન હોય, એમની સંભાળ માટે આવા આશ્રમ સ્થાપવામાં આવે એ વાત જુદી છે, અને આવકારપાત્ર છે.*) એટલે વૃદ્ધાશ્રમો સ્થાપવાના અનિષ્ટરૂપ વિચારને વધુ પ્રોત્સાહન મળવા ન પામે એ માટે ખાસ ધ્યાન આપવા ઠરૂર છે.
(તા. ૨૭-૩-૧૯૭૬)
૪) ગર્ભપાત – એક નવું અનિષ્ટ
વસ્તી-વધારાના અનિષ્ટથી બચવાનો મુખ્ય ઉપાય તો સંયમને માર્ગે સંતતિનિયમન કરવું એ જ છે. પણ એ માર્ગ અપનાવવાનું તો અમુક પ્રકારનું વિશિષ્ટ મનોબળ અને સંયમ-તેજ ધરાવતી વિશિષ્ટ વ્યક્તિઓને માટે જ શકય છે; સૌને માટે સંયમના
* કૌટુંબિક વૃદ્ધોથી ભિન્ન એવા આ અનાથ-વર્ગ માટે ક્ર. ૧૦.૧૩ અને ૧૨.૭ના લેખો છે. તેમને આ લેખના પૂરક, સમતુલાસાધક લેખ ગણવા; વિરોધી નહિ. – સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org