________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો: ૧૫, ૧૬
૧૪૭ કરીએ છીએ અને બિનશાકાહારમાં આગળ વધીએ છીએ, જ્યારે પરદેશમાં આવી કોઈ હો-હા મચાવ્યા વગર શાકાહાર આગળ વધી રહ્યો છે ! આ માટે વધુ કહેવાનો નહીં, પણ શાકાહારની ભાવનાને ટકાવી રાખવાનો પ્રયત્ન કરવાનો આ વખત છે. એવો પ્રયત્ન કરવાનું આપણને સૂઝે એ જ અભ્યર્થના. ભારતમાં શાકાહારીઓની પ્રદેશવાર ટકાવારી
ભૂમિપુત્ર' સામયિકના તા. ૧૬-૨-૧૯૭૦ના અંકમાં ભારતના જુદા-જુદા પ્રદેશમાં શાકાહારીઓનું પ્રમાણ કેટલું છે તે છાપવામાં આવ્યું છે, તે અહીં સાભાર ઉધૂત કરીએ છીએ:
આસામ ૫ ટકા, તામિલનાડુ ૧૫ ટકા, મધ્યપ્રદેશ ૪૫ ટકા, ઓરિસ્સા ૫ ટકા, કાશમીર ૧૮ ટકા, ઉત્ત»દેશ ૪૮ ટકા, બંગાળ ૫ ટકા, બિહાર ૨૨ ટકા, પંજાબ ૫૦ ટકા, મૈસુર ૮ ટકા, કેરલ ૨૮ ટકા, ગુજરાત ૫૯ ટકા, આંધ્ર ૧૦ ટકા, મહારાષ્ટ્ર ૩૨ ટકા અને રાજસ્થાન ૬૨ ટકા.
“વિનોબાજી કહે : આખા ભારતની સરેરાશ ૩૦ ટકા છે.” આનો અર્થ એ કે કોઈ પ્રદેશમાં શાકાહારીઓના ટકા વધુ છે, તો કોઈમાં ઓછા છે; પણ સરવાળે ભારતની પ્રજાનો ૭૦ ટકા જેટલો ભાગ બિનશાકાહારી છે! આથી આપણી આંખ ઊઘડવી જોઈએ અને શાકાહારના પ્રચાર માટે વધુ સજ્જ થવાની આપણને પ્રેરણા મળવી જોઈએ.
(તા. ૧૮-૪-૧૯૭૦)
(૧૬) નિરામિષ ખાન-પાનનાં
પ્રેમી એક અમેરિકન સન્નારી ધર્મના પાલન માટે એક બાજુ જેમ જીભના સ્વાદ ઉપર કાબૂ મેળવીને ગમે તેવો નીરસ કે રસદાર ખોરાક સમભાવપૂર્વક ખાઈને શરીરનો નિર્વાહ કરવાનું શાસ્ત્રકારોએ ઉપદેશ્ય છે, તેમ બીજી બાજુ એ જ શરીરના નિર્વાહ માટે જેને મેળવવામાં ઓછામાં ઓછી જીવહિંસા કરવી પડતી હોય તેવાં ખાનપાનનો સ્વીકાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. અને આ રીતે વિચારતાં માનવી આપોઆપ નિરામિષ આહાર (શાકાહાર) તરફ પક્ષપાતી બને છે, અને માંસાહાર, એટલે કે એક કરતાં વધુ ઇન્દ્રિયોવાળાં પ્રાણીઓના કલેવરમાંથી મેળવાતા આહારનો ત્યાગ કરવા પ્રેરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org