________________
૪૭૦
જિનમાર્ગનું જતન પાડવામાં આવતી હતી! એમ કરે તો જ એમને પરદેશથી અમુક માલ આયાત કરવાની પરવાનગી મળતી હતી ! આ રીતે ખાંડની નિકાસ થતી હોવા છતાં, છ-આઠ મહિના પહેલાં કદી પ્રજાને ખાંડ કે ગોળ માટે પરેશાન થવું પડતું નહોતું. આ છ-આઠ મહિનામાં એવું તે શું બની ગયું કે જેથી એ બે ય ચીજો દુર્લભ બની ગઈ અને નિયત પ્રમાણ કરતાં વધુ જોઈતી હોય તો ભાવનિયમન અને પ્રમાણનિયમનના કાયદાનો ભંગ કરવો અનિવાર્ય બની ગયો ?
હજી ખાંડ-ગોળની રામાયણ ચાલુ જ છે, ત્યાં માપબંધીના અનાજની દુકાનોમાં ઘઉં-ચોખાની અછતનું મહાભારત જાગી ઊઠવાના ભણકારા અખબારોમાં સંભળાઈ રહ્યા છે. આટલું ય ઓછું હોય એમ, બીજ અનાજો પણ, વકરેલા હાથીની જેમ, ભાવની મર્યાદાના ખીલાને વળગી રહેવાનો ઈન્કાર ભણવા લાગ્યાં છે. અનાજ અને કઠોળના ભાવો ગઈ સાલ કરતાં સવાયા કે દોઢા સુધ્ધાં થઈ જાય તો એ માટે પ્રજાએ તૈયાર રહેવું પડે એવાં એંધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. કાપડ કહે હું ઝાલ્યું ન રહું, મકાનભાડું કહે મારો શો વાંક, તેલ કહે હું પાછું ન રહું, સાબુ કહે હું આગળ વધું, અને ઘી તો આસમાને પહોંચવા પ્રયત્ન કરે જ છે! જ્યાં જુઓ ત્યાં મોંઘવારી-મહારાણીની બોલબાલા છે ! સોંઘારત તો દૂર રહી, સામાન્ય પ્રજાજનની ખરીદશક્તિ ટકી રહે એવી ભાવમર્યાદા પણ આજે તો સ્વપ્નાની સુખડી જેવી બની ગઈ છે ! એક તરફ કાયદાઓ વધી રહ્યા છે, તો ય બીજી બાજુ ભાવો બેકાબૂ બની રહ્યા છે; એ બેની જાણે હોડ મંડાઈ ગઈ છે !
અને, પાગલને સુધારવા માટેના, સાચી સમજણ વગરના પ્રયત્નો જેમજેમ કરીએ તેમતેમ એનું પાગલપણું વધતું જાય, એ રીતે વધતા ભાવોને કાબૂમાં રાખવાની જેમજેમ વધુ ને વધુ વાતો થતી ગઈ વધુ ને વધુ વચન અપાતાં ગયાં અને તેમતેમ તે ઊંચે ને ઊંચે જ ચડતા ગયા; કારણ કે એ વચનોમાં સૂઝ અને સમજનો અભાવ હતો. ગયા બજેટને ટાંકણે સુવર્ણ અંકુશ-ધારો અને ફરજિયાત-બચત-યોજના સામાન્ય પ્રજાના કમતાકાત બરડા ઉપર લાદવામાં આવ્યાં ત્યારે જીવનની જરૂરિયાતની ચીજોના વધતા ભાવોને અંકુશમાં રાખવા માટે કેવા-કેવાં વચનો આપવામાં આવ્યાં હતાં !
ઊલટું, આપણા કોઈ-કોઈ નેતાઓ તો પ્રજાને વારેવારે એવી સુફિયાણી શિખામણ આપવાની હદે આગળ વધી જાય છે કે જે ચીજો મોંઘી થાય તેની ખરીદી બંધ કરીને એના વગર ચલાવી લેતાં શીખો, જેથી વેપારીની સાન આપમેળે ઠેકાણે આવી જશે ! પોતે અમલમાં મૂક્યા પછી જ એ વાતનો બીજાને ઉપદેશ આપવાનો મહાત્મા ગાંધીજીનો મુકેલ માર્ગ મૂકીને અત્યારના આવા નેતાઓએ રોપશે પરિચંનો સાવ દંભી માર્ગ અપનાવી લીધો છે. ખોટું બોલવું નહીં, ખોટું જોવું નહીં અને ખોટું સાંભળવું નહીં આવી હિતશિખામણ આપતા વાંદરાની ગાંધીજીએ સ્વીકારેલી વાત બહુ જાણીતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org