________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૬
૧૯ સમક્ષ રજૂ કરે એવા આપણા આગેવાનો અને મુનિવરોનાં નિવેદનોની. આવાં અભિપ્રાયો કે નિવેદનો પણ આજ પહેલાં કેટલાંક પ્રગટ થઈ ચૂક્યાં છે અને એની સંખ્યા પણ ઠીક-ઠીક કહી શકાય એટલી છે. છતાં સમાજમાં આ વાતનું મહત્ત્વ અને રહસ્ય વધારે પ્રમાણમાં સમજાતું થાય એ માટે આવાં વધુ નિવેદનોની જરૂર અમને લાગે છે, અને તેથી આવાં નિવેદનો પ્રગટ કરવાની અને આપણા આગેવાનો અને મુનિવરોને વિનંતી કરીએ છીએ.
અમને ચોક્કસ લાગે છે, કે આ સંબંધમાં આપણા મુનિવરોની જવાબદારી બીજા કરતાં વધારે છે, અને તેમણે એ અદા કરવા માટે સક્રિય થવાની જરૂર છે. જડ તટસ્થતા દાખવીને બેસી રહેવું કે નિષ્ક્રિય રીતે જે થાય તે જોયા કરવું એ સમાજના નાયક ગણાતા મુનિવર્ગને શોભા આપતું નથી; આવા કટોકટીના પ્રસંગે જ એમના નાયકપણાની કે જ્ઞાન અને ચારિત્રની એમની સાધનાની ચરિતાર્થતા થવાની છે. અણીને વખતે જો આગેવાનો જ ચૂપ બની બેસે, તો પછી એમની આગેવાનીનો લાભ જ શો?
આ લખતી વખતે અમે એ જાણીએ છીએ કે મંદિર-પ્રવેશ સંબંધી શેઠ આક.ની પેઢીના નિર્ણય અંગે આપણા મુનિવરોમાં ત્રણ જાતના મતો પ્રવર્તે છે. કેટલાક પેઢીએ કરેલા આ દૂરંદેશીભર્યા નિર્ણયને ધર્મકાર્ય તરીકે આવકારપાત્ર ગણીને એને હર્ષભેર વધાવે છે, કેટલાક એને એક આપદ્ધર્મ તરીકે લેખીને એ માટે મૌન અને તટસ્થવૃત્તિ ધારણ કરવાનું પસંદ કરે છે અને કેટલાક એને ધર્મવિરોધી કાર્ય ગણીને એની સામે થવામાં અથવા તો એને પાછો ખેંચાવવાનો પ્રયત્ન કરવામાં માને છે. પણ અમે સમસ્ત શ્રમણ સમુદાયને ફરીફરી વિનવીએ છીએ કે બીજા બીજા પ્રશ્નોના સંબંધમાં આપણે ભલે જુદા-જુદા મતો ધરાવીએ, પણ આ પ્રરનમાં તો સમસ્ત મુનિવર્ગે એકમત થઈને પેઢીના આ નિર્ણયને વધાવી લેવાની અને એમ કરીને જૈનધર્મ અને જૈન સંસ્કૃતિની અપૂર્વ સેવા કરવાની આ અમૂલ્ય તકનો લાભ લઈ લેવાની જરૂર છે. પેઢીના આ નિર્ણયમાં ધર્મનું વિરોધી ગણી શકાય એવું એક પણ તત્ત્વ છે જ નહીં; ઊલટું, કોઈ પણ ધર્મને અને તેમાં ય જીવમાત્ર સાથે મૈત્રી સાધવાના મંત્રનો પ્રચાર કરનાર જૈનધર્મને તો સવિશેષપણે શોભા અને પ્રતિષ્ઠા આપે એવો પવિત્ર, મંગલમય અને સર્વોદયકારી આ નિર્ણય છે. આવા એક ઉમદા નિર્ણયને અંતરના ઉમળકાભેર એકી અવાજે વધાવી લેવામાં જ આપણી, આપણા ધર્મની અને આપણા ગુરુવર્ગની શોભા છે.
વસ્તુસ્થિતિ આવી હોવાથી, આત્યંતર તપરૂપ સ્વાધ્યાયનો આશ્રય લઈને આવા ઐતિહાસિક નિર્ણયનો સાચો મહિમા સમજવાનો પ્રયત્ન કરવાને બદલે, એ નિર્ણયને ઉથલાવી પાડવા માટે અથવા તો એને પાછો ખેંચાવવા માટે આપણા કેટલાક મુનિવરોએ ઉપવાસ વગેરે બાહ્ય તપનો આશ્રય લીધાનું જાણીએ છીએ, ત્યારે પોતાના હાથે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org