SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ આરોગ્યઃ ૧ ૪૭૩ આ અરસામાં ગાંધીયુગ આવ્યો. ગાંધીજીએ જેમ દેશને પરદેશી રાજ્યની ગુલામીના મહાકલંકમાંથી મુક્ત કરવાની જેહાદ જગાડી, એ જ રીતે આપણા જીવનમાં પેસી ગયેલી શ્રમ તરફની સૂગની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાની પણ એમણે જોરદાર હાકલ કરી, અને દેશના બેઠાડુ જીવનને જાણે પડકાર કર્યો. એમણે પોતાના જીવનમાં શ્રમની પૂરેપૂરી પ્રતિષ્ઠા કરીને અને પોતાની કલમ દ્વારા શ્રમની જોરદાર હિમાયત કરીને આ દિશામાં પ્રજાજીવનમાં ક્રાંતિ કરી, અને ધીમે-ધીમે આપણી શરીરશ્રમ તરફની સૂગ ઓછી થતી ગઈ, અને જીવન માટેની કોઈ પણ ક્રિયાને હલકી ગણવાની મનોવૃત્તિ બદલાતી ગઈ; આ એક ભારે આવકારપાત્ર બીના બની. પણ, બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રક્તની સરિતાની સાથોસાથ ધનની સરિતા એવી વેગપૂર્વક વહેવા લાગી કે એમાં આપણો સારાસારનો વિવેક જ તણાઈ ગયો; અને પછી સ્વરાજ્યનું આગમન થયા પછી તો અમુક સ્થાનોમાં સંપત્તિનો એટલો બધો અઢળક વધારો થવા લાગ્યો કે ન પૂછો વાત ! બીજી બાજુ સરકાર તરફથી કાયદાઓની એવી ભરમાર ચાલી, અને એની સામે સત્તાવાર બજારની સમાંતર કાળાબજારની અને કાયદેસરનાં નાણાંની સમાંતર છૂપાં (કાળાબજારનાં નાણાંની વિચિત્ર અને વિઘાતક એવી યોજના રચાઈ ગઈ, કે કાયદાની પકડમાંથી છટકીને, કાળાબજારનું સુવ્યવસ્થિતપણે સંચાલન કરવામાં અને કાળાબજારનાં નાણાંને, ધરતીમાં છુપાયેલા પ્રવાહની જેમ, સતત ગતિશીલ રાખવામાં દેશના કેટલાય ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમ જ બીજાઓને બૌદ્ધિક શ્રમ એટલો બધો પ્રમાણાતીત લેવો જરૂરી થઈ પડ્યો કે એ જળોજથાની આડે શરીર-શ્રમની વાત સાવ જ વીસરાઈ ગઈ. પરિણામે જીવનમાંથી બૌદ્ધિક શ્રમ અને શારીરિક શ્રમની સમતુલા જ ખોરવાઈ ગઈ, અને ઉજળિયાત અને સંપત્તિશાળી ગણાતા વર્ગમાં કમજોરી, અકાળે વૃદ્ધત્વ, હૃદયની બીમારીઓ અને અકાળમરણ જેવા દોષોનું પ્રમાણ વધવા લાગ્યું. આજે હૃદયરોગ કે હૃદયથંભના કારણે યુવાન વયે મરણ એ હવે અચરજની વાત રહી નથી. જેને પૈસાની કોઈ ચિંતા ન હોય, બીજી દેખીતી ઉપાધિ પણ ન હોય, એવી વ્યક્તિ અકાળે ગુજરી જાય તો એની સામે પહેલાંના જેટલી અરેરાટી પણ ઊઠતી નથી, અને “એ તો એમ જ ચાલ્યા કરે એવું જાણે આપણે આપણા મન સાથે સમાધાન કરી લીધું છે! આવા અકાળે થતા મોતનાં કારણોનો વિચાર કરતાં એટલું તો અવશ્ય લાગે છે કે આપણા દેશના અમુક વર્ગ પાસે સંપત્તિ ભલે વધી હોય, પણ એના સહજ જીવનક્રમમાં એવું કોઈ વિષમ કે બિનકુદરતી તત્ત્વ અવશ્ય દાખલ થઈ ગયું લાગે છે, કે જે એને ન સુખ સંપત્તિનો ઉપભોગ કરવા દે છે, કે ન સુખે લાંબુ જીવવા દે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy