SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન છે; આ બિનકુદરતી તત્ત્વ એટલે આવશ્યક શરીરશ્રમનો અભાવ. એ શ્રમના અભાવમાં બુદ્ધિ ભલે ગમે તેટલી ખીલી હોય, પણ શરીર એમાં પોતાનો સાથ પુરાવી શકતું નથી; અને છેવટે પોતાનો શક્તિવેગ ઘટી જવાને કારણે એ ભાંગી પડે છે ! અને માનવી નામશેષ થઈ જાય, તે પછી તો એની ગમે તેવી કુશાગ્ર બુદ્ધિનો પણ કોઈ જ ઉપયોગ રહેતો નથી ! અને આખરે ‘સમીતને નયનયોર્ન હિિિવવસ્તિ' (આંખો મીંચાઈ કે આખી દુનિયા અલોપ) જેવી દારુણ અને કરુણ સ્થિતિ સર્જાઈ જાય છે. છતાં આપણે આની સામે ચેતીને પાણી પહેલાં પાળ બાંધતા નથી ! ૪૭૪ મુંબઈના અંગ્રેજી દૈનિક પત્ર *ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના તા. ૧૦-૨૧૯૬૨ના અંકના ‘કરન્ટ ટૉપિક્સમાં ‘સુંવાળી રહેણીકરણી' (Soft Living) નામે એક નાની-સરખી નોંધ છપાઈ છે. એમાં અત્યારે વધતા જતા હૃદયરોગ (હાર્ટઍટેક) અને હૃદયથંભ (હાર્ટ-ફેલ્યુઅર)ના એક કારણ તરીકે શારીરિક શ્રમ વગરની સુંવાળી રહેણીકરણીને જ બતાવવામાં આવેલ છે. એ આખી નોંધ સૌ કોઈને – ખાસ કરીને બેઠાડુ જીવન જીવવાવાળાઓને – વિચાર કરવા પ્રેરે એવી હોઈ, એ અહીં રજૂ કરીએ છીએ : છેલ્લાં ત્રીસ કે ચાલીસ વર્ષ દરમ્યાન પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને અમેરિકામાં, હૃદયની બીમારીઓ એવી તો વધી ગઈ છે કે એ છેલ્લાં થોડાં વર્ષોમાં દાક્તરી વિજ્ઞાને જે દેખીતી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે એને વટી જતી હોય એમ લાગે છે ! જો કે હજી એ બાબત સુનિશ્ચિત રીતે નક્કી નથી થઈ શકી કે આમ થવામાં આસપાસની બાબતો – જેવી કે ભોજન, હવા-પાણી અને અત્યારના જીવનમાં મગજને અનુભવવી પડતી તાણ જ મુખ્ય કારણો છે. અમેરિકાના હ્રદયશાસ્ત્રના સુપ્રસિદ્ધ નિષ્ણાત ડૉ. પૉલ ડડલી વ્હાઈટના કહેવા મુજબ, આ હકીકતને સાબિત કરવા માટે હજી વધારે સંશોધનની જરૂ૨ છે. – “આમ છતાં, એ તો જાણીતું છે કે આફ્રિકામાં હ્રદયરોગોનું પ્રમાણ ઘણું ઓછું છે, અને હિંદુસ્તાનમાં ગામડાંની વસ્તીમાં અને ખાસ કરીને સ્ત્રીઓમાં આ રોગોના બનાવો ઓછા બને છે. વળી જ્યારે ખાસ કરીને હૃદયની બીમારીઓ અને સુંવાળી રહેણીકરણી વચ્ચેના સંબંધનું વધારે બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે તો આંકડાઓ ઉપરથી તારવેલા અનુમાન કરતાં વધારે વિશ્વાસપાત્ર માહિતી મળી આવતી હોય એમ લાગે છે. આમાં કસરતનો (પરિશ્રમનો) અભાવ, એ વધારે ગંભીર કા૨ણ હોય એમ લાગ્યા વગર નહીં રહે; કારણ કે હૃદયને અને મુખ્યત્વે સખત સ્નાયુથી બનેલ પંપને નિયમિત પરિશ્રમની જરૂર રહે છે, જે બેઠાડુ જીવનપદ્ધતિમાં ભાગ્યે જ મળી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy