________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૨
“દેશ અને વિશ્વની શાંતિ માટે આપણે આયંબિલ, અઠ્ઠમ આદિની તપશ્ચર્યા કરવી જોઈએ, અને બ્રહ્મચર્ય-પાલન તેમ જ કંઈ ને કંઈ ત્યાગ કરવો જોઈએ.
“મેં ચૈત્ર સુદ પ્રતિપદાએ મુબાના ગામમાં પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી ગુરુદેવનું હિન્દી ચરિત્ર પ્રકાશિત ન થાય ત્યાં સુધી ચોખા અને ગળપણ-મિઠાઈમાત્રનો ત્યાગ રાખવો. ગ્રંથ તો થોડા જ દિવસોમાં પ્રકાશિત થવાનો છે; પણ હું આ મારી પ્રતિજ્ઞા જ્યાં સુધી યુદ્ધની શાંતિ ન થાય ત્યાં સુધી પાળીશ, અને કોઈ પણ નગર, ગામ કે શહેરમાં મારે વિના ધામધૂમથી સાદાઈથી પ્રવેશ કરવો.’
આચાર્યશ્રીની આ વાણીમાં આપણને સ્વર્ગસ્થ યુગદ્રષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની સમયજ્ઞતાનાં પાવન દર્શન થાય છે.
આચાર્યશ્રીના પ્રવચન પહેલાં મુનિશ્રી જનકવિજયજી ગણીએ અત્યારના સમયમાં દેશ પ્રત્યેના જૈનોના કર્તવ્ય અંગે શ્રીસંઘને સ્પષ્ટ માર્ગદર્શન આપતાં વડાપ્રધાન નેહરૂના હાથ મજબૂત કરવાનો અનુરોધ કર્યો હતો; અને વધુમાં જણાવ્યું હતું
“અમો જૈન સાધુઓ કંચન-કામિનીના ત્યાગી છીએ, એટલે દેશ માટે અમો લોહીનાં બિંદુઓ સિવાય બીજું શું આપી શકીએ ? દેશની શાંતિ માટે હું મારું લોહી આપવા તૈયાર છું.”
મુનિશ્રી જનકવિજયજી એક વિચારક, સમયના જ્ઞાતા અને સમયની હાકલ સાથે કદમ મિલાવવા માટે જરૂરી ફેરફારોને આવકારવાનું ક્રાંતિકારી દૃષ્ટિબિંદુ ધરાવનાર અને ધર્મ, સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ વાંછતા ભાવનાશીલ મુનિવર છે. એમના આ ઉદ્ગારો વાંચીને સહુ કોઈને રાષ્ટ્રભક્તિ માટેનાં પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ સ્વાભાવિક છે. આ પ્રેક પ્રસંગે આચાર્યશ્રી સાથેના અન્ય મુનિવરોએ તેમ જ કેટલાક સદ્ગૃહસ્થોએ પણ દેશની રક્ષા અને શાંતિ માટે પોતાનું તેમ જ પોતાના પરિવારનું લોહી આપવાની જાહેરાત કરી હતી; તેમ જ પોતાની રાષ્ટ્રભક્તિના પ્રતીકરૂપે કોઈ ને કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હતો.
એક ધર્મગુરુ-આચાર્ય ધારે તો જનસમૂહને કર્તવ્યપાલનની કેવી પ્રેરણા આપી શકે છે અને પ્રગતિને માર્ગે કેવા દોરી શકે છે એનું અહીં આહ્લાદક દર્શન થાય છે. આની સાથોસાથ ‘શ્રી વીર-વચનામૃત' ગ્રંથના પ્રકાશન નિમિત્તે મળેલ નાનાસરખા મુનિ-સમ્મેલને કરેલ નીચેનો ઠરાવ પણ શ્રીસંઘને દેશ પ્રત્યેના અત્યારના પોતાના કર્તવ્યની પ્રેરણા આપે એવો છે એમ કહેવું જોઈએ ઃ
“આજ તા. ૧૮-૧૧-૧૯૬૨ના રોજ બપોરે ત્રણ વાગે મુંબઈ ભાયખલા જૈન ઉપાશ્રયમાં ૫.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ, ૫.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ તથા ૫.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મળેલા જૈન શ્વે. મૂ. શ્રમણસંઘ જાહેર કરે
Jain Education International
૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org