________________
જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૬
(૬) મુદ્રિત પુસ્તકો આવા વિદ્વાનોને વગર મૂલ્યે મળે એ પણ બહુ જરૂરી છે. આપણે ત્યાં ગ્રંથોના મુદ્રણમાં દર વર્ષે અઢળક નાણું ખરચાય છે એ સ્થિતિમાં આવી ગોઠવણ બહુ સહેલી છે.
૨૨૭
(૭) આવા જિજ્ઞાસુ વિદ્વાનો અમુક સમય માટે આપણાં જ્ઞાનમંદિરો, તીર્થસ્થાનો કે જૈનોની વધુ વસ્તીવાળાં સ્થળોમાં રહીને જાતતપાસ દ્વારા માહિતી મેળવવા માગતા હોય તો તે માટે પણ આપણે તેમને જરૂરી સગવડ કરી આપવી જોઈએ.
આ તો કેટલીક આ અંગેની સામાન્ય સૂચનાઓ થઈ; મુખ્ય વાત આ કામ આપણે વિના વિલંબે અને વ્યવસ્થિત રીતે હાથ ધરવું જોઈએ એ છે. આમ થવાથી એક બીજો મોટો લાભ એ થશે કે આજે વારે-તહેવારે જૈનધર્મ સંબંધી ગેરસમજણથી ભરેલાં અનેક પુસ્તકો પ્રગટ થયાં કરે છે, તે મોટા પ્રમાણમાં અટકી જશે, અને સામાન્ય જનતામાં જૈનધર્મ-સંબંધી સાચી માહિતીનો પ્રચાર થશે.
અમારી દૃષ્ટિએ તો આ કાર્ય આપણી કૉન્ફરન્સ જેવી સંસ્થા હાથ ધરે, તો એમાં એની શોભામાં ખૂબ વધારો થવા સાથે જૈનધર્મની ભારે સેવા કરવાનો લાભ જ મળશે. કૉન્ફરન્સ સિવાયની બીજી કોઈ સંસ્થા પણ આ કાર્ય હાથ ધરી શકે. આશા છે કે ખૂબ ઉપયોગી એવા આ કાર્ય પ્રત્યે આપણે જાગૃત બનીને વિચાર કરતા થઈશું અને જ્ઞાન-સેવાનું આ કાર્ય હાથ ધરીને જ્ઞાનનો પ્રચાર કરવાનું પુણ્યકાર્ય આચરીશું. અસ્તુ !
(૬) વિદ્વત્-પરિચય-ગ્રંથની જરૂરત
આપણને ગમે કે ન ગમે, પણ વસ્તુસ્થિતિ એવી છે, કે આપણા દેશના અને વિશેષ કરીને પરદેશના યુરોપ-અમેરિકાના જે-જે વિદ્વાનોએ જે-જે જૈનસાહિત્ય પ્રત્યે રસ દાખવીને એની સેવા બજાવી છે, એમનાં એ સેવાકાર્યોની વિગતવાર જાણ હોવી તો દૂર રહી, એમનાં પૂરાં નામોથી પણ આપણે માહિતગાર નથી ! આપણી આ સ્થિતિ સાચે જ આપણી પોતાની જાત માટે દિલગીરી ઉપજાવે એવી છે.
Jain Education International
(તા. ૨૪-૨-૧૯૫૧)
પણ અમને લાગે છે કે અત્યારે અન્ય વિદ્વાનો જૈન સાહિત્ય પ્રત્યે જે વિશેષ રસ દાખવી રહ્યા છે તે દૃષ્ટિએ, તેમ જ આપણા સાહિત્યની નિઃસ્વાર્થપણે સેવા બજાવનાર એ વિદ્વાનોના આપણા ઉપરના ઋણને યત્કિંચિત્ અદા કરવાની દૃષ્ટિએ
For Private & Personal Use Only
www.jainelibrary.org