SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જિનમાર્ગનું જતન પણ, જૈન સાહિત્યની થોડી-ઘણી પણ સેવા બજાવનાર એ વિદ્વાનોનો અને એમનાં સાહિત્યિક કાર્યોનો થોડો પણ પરિચય આપી શકે એવા એક-બે ગ્રંથો તૈયાર કરવા, જોઈએ; અને એમ કરીને એમની બહુમૂલી સાહિત્યસેવાની સ્થાયી નોંધ કરી લેવી જોઈએ. વળી અત્યારે પણ યુરોપમાં તેમ જ અમેરિકામાં જૈન સાહિત્યનું અધ્યયનઅધ્યાપન કરતા કેટલાક વિદ્વાનો મોજૂદ છે. એટલે એમનાં પણ એ કાર્યોથી આપણે સુપરિચિત રહેવું બહુ જરૂરી છે. આ બધી દષ્ટિએ વિચાર કરીને, આપણી કોઈ જાહેર સંસ્થા, આઠ-દસ હજાર જેટલી અને જરૂર પડે તો તેથી પણ વધારે રકમ ખરચીને આવો ગ્રંથ તૈયાર કરાવવાનું માથે લે, તો એ પણ એ સંસ્થાએ કરેલી એક કીમતી સેવા લેખાશે. અમે ઇચ્છીએ છીએ કે આવાં સાહિત્યકાર્યોનું મૂલ્ય પિછાણનાર આપણા વિદ્વાન મુનિવરો, જૈનસંઘના આગેવાનો અને આપણી આગેવાન સંસ્થાઓ આ વાતનો જરૂર ગંભીરપણે વિચાર કરે, અને આવો ગ્રંથ વહેલી તકે તૈયાર થાય એ માટે ઘટતાં પગલાં ભરે. આ સંબંધી જે કંઈ વિચારણા કરવા જેવી લાગતી હોય તેને અમે જરૂર આવકારીશું અને આ સંબંધમાં આપણા વિદ્વાનો કંઈ લખી મોકલશે તો તેને સમાજ સમક્ષ રજૂ કરીશું. ઉપરાંત આવો ગ્રંથ કોઈ પ્રકાશિત કરવા માગતું હશે તો તેને એ પુસ્તકનું લખાણ તૈયાર કરાવી આપવા માટે પણ અમે અમારાથી બનતું કરીશું. આ વાત તત્કાળ હાથ ધરવા જેવી અમને લાગી છે. સૌ આમાં ખરા દિલથી રસ લે અને આ કાર્ય વેળાસર પાર પડે એ જ અભિલાષા. (તા. ૧૮-૨-૧૯૫૬) (૭) કળાધામરૂપ તીર્થસ્થાનોના ચિત્રસંપુટોની જરૂર જૈનધર્મે મુખ્યત્વે બે રીતે કળાને ઉત્તેજન આપ્યું છે : ગ્રંથોને સુશોભિત બનાવવાની દષ્ટિએ એમાં વ્યક્તિચિત્રો, પ્રસંગચિત્રો કે સામાન્ય સુશોભનોનો ઉપયોગ કરીને અને દેવધામો અને તીર્થસ્થાનોને મનોહર બનાવવાની દષ્ટિએ વૈવિધ્યપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy