________________
જિનમાર્ગનું જતન
આમ છતાં કેવળ પ્રચારનાં પોસ્ટરો, નિવેદનો કે વર્તમાનપત્રો દ્વારા જ પા૨ પડી શકે એવું આ કાર્ય નથી. દેશના કેટલાય વિભાગો એવા પણ છે કે જ્યાં આવા પ્રચારનો અવાજ ભાગ્યે જ પહોંચી શકે છે. એટલે સામાન્ય જૈન જનતામાં જાગૃતિ આવે અને કેવળ આવાં પ્રચારસાધનો ઉપર જ આધાર ન રાખતાં કર્ણોપકર્ણ આ વાતનું મહત્ત્વ સમજાવવામાં આવે અને સૌ કોઈ પૂર્ણ ઉત્સાહપૂર્વક આ કાર્ય ઉપાડી લે એ જરૂરી છે.
પા૨સી, મુસલમાન અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીના ઘર ઉ૫૨થી જ નોંધણી ક૨ના૨ સમજી જાય કે આ કંઈ હિંદુ ધર્મના અનુયાયીનું ઘર નથી; એટલું જ નહિ, આ પારસી, મુસલમાન કે ખ્રિસ્તી છે એવો પણ ખ્યાલ આવી જવાનો. પણ હિંદુઓ અને જૈનો વચ્ચે જોતાંવેંત ખ્યાલમાં આવી જાય એવી ભેદરેખા મળવી મુશ્કેલ છે. પહેરવેશ, રહેણી-કરણી, નામ કે અટકો વગેરે કેટલી ય બાબતોમાં જૈનો અને હિંદુઓનું મળતાપણું એટલું બધું છે કે નોંધણી કરનાર પોતાની ઝડપને વધારવા માટે કે સાદી સમજથી વધારે પૂછપરછ કર્યા વગર, આપમેળે જૈનોની ધર્મ તરીકે ‘હિંદુ'માં નોંધણી કરી દેવા પ્રેરાય. આમ ન બને એ દૃષ્ટિએ પણ આપણે જાગૃતિ રાખવાની અને ધર્મના ખાનામાં ‘જૈન’ તરીકે નોંધણી થાય એવો ખ્યાલ રાખવાની જરૂર છે.
૩૨
(તા. ૧૧-૨-૧૯૬૧) વિશેષ ન લખતાં અમે નીચેનાં સૂચનો રજૂ કરવાં ઉચિત સમજીએ છીએ : (૧) દરેક ગામનો સંઘ કે નાની-મોટી દરેક સંસ્થા આ કાર્યમાં સીધો રસ લઈને તે-તે ગામના જૈનો વસ્તી-પત્રકમાં પોતાને ધર્મે જૈન જ લખાવે એવું ધ્યાન રાખે.
(૨) આપણા પૂજ્ય મુનિવરો જે-જે ગામમાં વિચરે ત્યાં-ત્યાં એ વાતનો પ્રચાર કરતા રહે અને પોતાના ઉપદેશ (વ્યાખ્યાન) દરમ્યાન કે બાકીના સમયમાં પણ જનતાનું એ તરફ ધ્યાન દોર્યાં કરે.
(તા. ૨૦-૧-૧૯૫૧)
(તા. ૨૫-૧૨-૧૯૪૯, ૨૦-૧-૧૯૫૧, ૮-૧૧-૧૯૫૨, ૧૧-૨-૧૯૬૧ અને ૨૫-૫-૧૯૬૩ એમ પાંચ અંકોના લેખો પરથી સંકલિત)
(૯) ‘જૈન' કહેવરાવવામાં પણ ગુનો ?
મુંબઈ ધારાસભામાં રજૂ કરવા માટે લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી બિલ નં. ૮૫ (૧૯૪૮) તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલનું નામ છે “ધી બોમ્બે કાસ્ટ ડિસ્ટ્રિક્શન રિમુવલ એક્ટ (૧૯૪૮)' (મુંબઈપ્રાંત-જ્ઞાતિભેદ-નિવારકધારો) આ ધારાનો ઉદ્દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org