SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ જિનમાર્ગનું જતન - આ આશ્રમના કદરદાન સંચાલક-મહાનુભાવોએ આ આશ્રમની સ્થાપનામાં. એની નમૂનેદાર સુવ્યવસ્થામાં અને એના વિકાસમાં ખડે પગે પુરુષાર્થ કરીને ઉલ્લાસપૂર્વક પોતાનાં તન-મન-ધન દઈને કામ કરનાર શેઠ શ્રી મેઘજીભાઈ સોજપાળ પ્રત્યે માત્ર મોઢાની નહીં પણ કાર્ય દ્વારા કતજ્ઞતા દર્શાવી છે એનો પણ અહીં ઉલ્લેખ કરવો ઘટે. સંસ્થાના સંચાલકો તથા સભ્યોએ સને ૧૯૬૬ની સાલમાં આ આશ્રમ સાથે શેઠશ્રી મેઘજીભાઈ સોજપાળનું નામ જોડવાનો સ્તુત્ય નિર્ણય કર્યો ત્યારથી આ આશ્રમ “શ્રી મેઘજી સોજપાળ જૈન આશ્રમ' તરીકે ઓળખાવા લાગ્યો. કૃતજ્ઞતાના આ કાર્યનું વિશેષ ઔચિત્ય તો એ હકીકતમાં રહેલું છે, કે આ નિર્ણય શેઠ શ્રી મેઘજીભાઈના સ્વર્ગવાસ બાદ લેવામાં આવ્યો હતો. તે પછી એમની આરસની પ્રતિમા પણ આશ્રમમાં મૂકવામાં આવી છે. દીન-દુઃખી, અશક્ત-અપંગ, અસહાય, વૃદ્ધ, ભાઈ-બહેનો માટે આ આશ્રમ કેટલો ઉપયોગી અને ઉપકારક છે એ કહેવાની જરૂર નથી. પણ અત્યારના પલટાતા સંયોગોમાં આવાં આશ્રયસ્થાનોની ઉપયોગિતા પહેલાં કરતાં કેટલી બધી વધી ગઈ છે એનો અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. ભારતવર્ષની સમાજવ્યવસ્થાનું મહત્ત્વનું અંગ તે એની સંયુક્તકુટુંબવ્યવસ્થા. પરદેશના વધારે પડતા સંપર્કને લીધે આપણા સમાજના પ્રાણરૂપ આ સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા સારા પ્રમાણમાં પીંખાવા લાગી છે; અને બે-ચાર દાયકામાં કદાચ એ નાબૂદ થઈ જાય તો નવાઈ નહીં. આવી સ્થિતિમાં કુટુંબની વૃદ્ધ, અશક્ત, અપંગ, અસહાય વ્યક્તિઓની સ્થિતિ કેવી કરુણ થઈ જવાની એની તો કલ્પના કરતાં રોમાંચ થઈ આવે છે. આ વાતનો વિચાર કરતાં હવે પછીના જમાનામાં, મમતા અને ધર્મબુદ્ધિથી આવાં દીન-દુઃખી માનવીઓની માવજત કરી શકે એવી સંસ્થાઓની જરૂર વધી જવાની એમાં શક નથી. આપણા સંઘના મોવડીઓ અને દેશના અન્ય સમાજના આગેવાનો માંડવીના આ આદર્શ આશ્રમના નમૂના મુજબની સંસ્થાઓ સ્થાપવા વિચાર કરે અને સજ્જ બને તો કેવું સારું ! આ આશ્રમનો વિ. સં. ૨૦૨૨થી ૨૦૨૪ સુધીનો ત્રણ વર્ષનો અહેવાલ જોતાં જાણવા મળે છે કે વિ. સં. ૨૦૨૪ની સાલમાં આશ્રમમાં પોણાબસોથી વધુ ભાઈબહેનો હતાં, એ વર્ષનું ખર્ચ બે લાખ જેટલું હતું અને ખોટ બાસઠ હજાર રૂપિયા જેટલી હતી. આ પછી તો આશ્રમવાસીઓની સંખ્યામાં અને વ્યક્તિદીઠ ખર્ચમાં ઘણો જ વધારે થયો છે. અત્યારે સંસ્થામાં અઢીસો જેટલા આશ્રિતો છે અને ખર્ચનો આંક પહેલાં કરતાં દોઢગણાથી ય વધી ગયો છે. સામાન્ય સંસ્થાને તો બંધ કરવાનો વખત આવે એવી અસહ્ય આર્થિક ભીંસ ઊભી થઈ છે. આમ છતાં આ સંસ્થા સ્વસ્થતાપૂર્વક ચાલી રહી છે તે જોઈ શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy