SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન શું કરવું છે અને કેવા પુરવાર થયું છે એનો નિર્ણય કરવાની ઘડી આવી પહોંચી છે. આપણા મુનિવરો આ જવાબદારી સત્વર અદા કરે એ જ અભ્યર્થના. (તા. ૧૨-૫-૧૯૫૫ સાથે તા. ૧૩-૧૧-૧૯૫૪ના અંશો) ૨૦૨ આવકારપાત્ર ઘટના : મેંદરડા(સૌરાષ્ટ્ર)નો સ્થાનકવાસી જૈન ઉપાશ્રય હરિજનો માટે મુનિશ્રી પ્રાણલાલજીની નિશ્રામાં ખુલ્લો મુકાયાના ટૂંકા સમાચા૨ અમે અમારા ગયા અંકમાં આપી ચૂક્યા છીએ. આ સંબંધી વિગતવાર સમાચાર તા. ૨૭-૪-૧૯૫૫ના ‘જન્મભૂમિ'માં છપાયા છે તે જાણવા જેવા હોવાથી અહીં પ્રગટ કરીએ છીએ : “સોરઠ જિલ્લાના મેંદરડા ગામે ગઈ કાલે એક જૈન ઉપાશ્રયમાં હરિજનોનો ભાવભર્યો સત્કાર કરવામાં આવ્યો હતો. વૈશાખ સુદ ત્રીજના ‘વર્ષીતપ–દિન'ના શુભ અવસરે ઉપાશ્રયમાં દર્શનાર્થે આવેલા હિરજનોને ગોંડળના મુનિશ્રી પ્રાણલાલજી, કે જેઓ આ સમયે ત્યાં હાજર હતા, તેમણે આશીર્વાદ આપ્યા હતા. ઉપાશ્રયમાં થયેલા આ હરિજન-પ્રવેશને સ્થાનિક જૈનોએ આવકાર્યો હતો. એમ માનવામાં આવે છે કે ઉપાશ્રયમાં હરિજન-પ્રવેશના આ બનાવથી રાજ્યમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવાની ઝુંબેશને વેગ મળશે.’ જૈન સંસ્કૃતિને શોભા આપે એવું આવકારપાત્ર આ પગલું ભરવા માટે અમે મેંદરડાના સ્થાનકવાસી ભાઈઓને અને મુનિશ્રી પ્રાણલાલજીને અભિનંદન આપીએ છીએ, અને દેરાવાસી, સ્થાનકવાસી અને દિગંબર એ ત્રણે જૈન ફિરકાઓમાં આવી ઘટનાનું અનુકરણ થાય એમ ઇચ્છીએ છીએ. (૭) ધર્મને ઉજાળવાનું દિગંબર-સમુદાય વિચારે ફિરકાભેદની સાંપ્રદાયિક દૃષ્ટિને અળગી રાખીને, સમાનધર્મીપણાના ભાઈચારાના સગપણે અમે આ નોંધ લખીએ છીએ, અને દિગંબરભાઈઓ પણ એને એ જ દૃષ્ટિએ વાંચે અને વિચારે એવી વિનંતી કરીએ છીએ. (તા. ૭-૫-૧૯૫૫) અમે ચોક્કસ માનીએ છીએ કે આપણા દેશમાં કે બીજા કોઈ પણ દેશમાં કોઈ પણ રૂપે માણસ-માણસ વચ્ચે દ્વેષભાવની દીવાલ ખડી કરનાર અસ્પૃશ્યતા ચાલુ રહે, તો તેથી જે-તે દેશની પ્રગતિમાં તો બાધા આવે જ આવે; વળી આવી અસ્પૃશ્યભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy