SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૨ કપરું છે; કારણ કે આ પ્રશ્ન અમુક સમાજને નહીં, પણ આખા દેશને આવરીને પડેલો છે; બલ્કે વિશ્વવ્યાપી બની બેઠો છે. આમ છતાં, જેમ આગ લાગે ત્યારે આગની ભયંકરતાથી હેબતાઈ ન જતાં, આપણે આપણી સમગ્ર શક્તિઓ કામે લગાડીએ છીએ, તે રીતે આમાં પણ આપણે એકલા ભલે આ પ્રશ્નનો સમૂળગો ઉકેલ ન શોધી શકીએ, છતાં એમાં થોડીઘણી સરળતા તો જરૂ૨ લાવી શકીએ. આ સરળતા શી રીતે કરી શકાય એ હવે જોઈએ. રોગના નિવારણ માટે પહેલાં એનું મૂળ જોવાની, એટલે કે એનું નિદાન કરવાની અને પછી એનો ઇલાજ કરવાની જરૂર પડે છે; એ રીતે જ આ મુશ્કેલીનો પણ વિચાર કરવો જોઈએ. 339 શરીરશ્રમની પ્રતિષ્ઠા વધારે – અત્યારની આર્થિક મુશ્કેલી કેવળ બુદ્ધિજીવી સમાજને વધુ સ્પર્શતી જાય છે એ જોતાં, આપણે ત્યાં અને બીજા ઉજળિયાત સમાજમાં પણ, જે શરીરશ્રમની કિંમત ઘટી ગઈ છે તેની પુનઃ સ્થાપના કરવાની જરૂર છે. અમુક કામ થઈ શકે અને અમુક ન થઈ શકે એ રીતે વર્તવાથી આર્થિક મુશ્કેલી ઊકલવાને બદલે વધુ ઘેરી બનવાની. એટલે આપણી કૉન્ફરન્સે સૌથી પહેલાં શરીરશ્રમની પ્રતિષ્ઠા વધે એ રીતે નવી દૃષ્ટિ સમાજ સમક્ષ રજૂ કરવી જોઈએ, અને આમાં ખેતી જેવી આ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિનો પણ સમાવેશ કરવો જોઈશે. આ થયો ધરમૂળનો ઇલાજ. ખર્ચાળ રિવાજોને દેશવટો આપે – નબળા માણસને સબળો બનાવવા માટે બે રીતે કામ કરવું પડે ઃ તેમાં પહેલું એ કે એના ઉપર એના ગજા ઉપરાંતનો જે બોજો પડતો હોય તે દૂર કરવો જોઈએ. આમ થાય તો જ સમાજને શક્તિમાન બનાવવાના બીજા ઉપાયો કારગત નીવડે. આ દૃષ્ટિએ જોતાં જૈન સમાજ સામાજિક રિવાજોના પાલન માટે જે ભારે આર્થિક બોજા નીચે કચરાઈ રહ્યો છે તે સત્વર દૂર કરવાની કે મોટા પ્રમાણમાં ઓછો કરવાની જરૂર છે. ઃ । કામ ત્યારે જ સફળ થઈ શકે જ્યારે આપણા શ્રીમંતો આમાં સાચા દિલથી સાથ આપવાની પ્રતિજ્ઞા કરે, અને આવા સામાજિક સુધારાની શરૂઆત મક્કમ મન કરીને પોતાના ઘર-આંગણેથી જ કરે. આમ, આર્થિક પ્રશ્નને હલ કરવા માટે કૉન્ફરન્સે ભૂતકાળમાં જે સામાજિક કુરિવાજો સામે જેહાદ જગાવી હતી, તેને ફરીથી સજીવન કરવાની જરૂર છે. આમ થતાં સમાજને બેવડો લાભ થશે : આર્થિક સંકટ હળવું થશે અને સમાજને પાછો પાડતા રિવાજોથી આપણી મુક્તિ થશે. સીધી મદદ આ પછી આવે છે આપણા જરૂરિયાતવાળાં ભાઈ-બહેનોને સીધી મદદ પહોંચાડવાની વાત . આ માટે મધ્યમવર્ગની રાહત માટેની યોજના તરીકે કૉન્ફરન્સે Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy