SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જિનમાર્ગનું જતન આ લખવાનો અમારો મુખ્ય મુદ્દો જૈનધર્મના પ્રાણરૂપ અહિંસાનું જતન કરવાનો જ છે, એટલે ખુલાસો લખનારા મહાનુભાવો એ મુદ્દાને ઉવેખીને ખુલાસો ન લખે એટલું અમે માગી લઈએ છીએ. (તા. પ-૧૧-૧૯૫૫) (૨૨) ફાંસીની સજા રદ થવી જોઈએ મૃત્યુ એ વિશ્વમાં સૌથી વધુ બિહામણી ઘટના લેખાય છે; અને એના વિચારથી ભલભલા જીવોનાં ગાત્ર ગળી જાય છે. નીતિશાસ્ત્રકારો અને ધર્મશાસ્ત્રકારોએ “મરણ સમો બીજો કોઈ ભય નથી' (મUસમું નત્નિ મય) એમ જે હ્યું છે, એમાં અનુભવની અને વિશ્વરૂપદર્શનની સચ્ચાઈનો રણકો રહેલો છે. જો આ રીતે કીડીથી કુંજર, મચ્છરથી માનવ અને દેવ-દાનવ સૌ-કોઈને અંતે મરણને શરણ થયા વગર ચાલવાનું ન જ હોય, અને કુદરત નિયમિત રીતે કાળચક્રને ફેરવ્યા જ કરતી હોય, તો પછી કોઈ પણ માનવી ઉપર અકાળે મૃત્યુ લાદવાની અને “ખૂનનો બદલો ખૂન' એ નિયમનો આશ્રય લઈને ફાંસીની સજાને કાયમ કરવા માટે કાયદો ઘડવાની જરૂર રહે ખરી? – આવો પ્રશ્ન કોઈ પણ સહૃદય અને સંવેદનશીલ વિચારકને થઈ આવે એ સ્વાભાવિક છે. આની સામેની દલીલરૂપે માનવસ્વભાવની હકીકત પણ છે જ, એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. માનવીના (અરે, જીવમાત્રના) અંતરમાં અનાદિ કાળથી વાસ કરી રહેલી કાષાયિક વૃત્તિને કારણે માનવી વેરનો બદલો ક્ષમાથી નહીં, પણ બમણા વેરથી લેવાનો આવેગ અનુભવતો જ હોય છે. અને તેથી જ, ‘દાંતને બદલે દાંત જેવા જંગલના કાયદાની વાતને કદાચ બાજુએ મૂકીએ તો પણ, હત્યારાને શૂળી કે ફાંસી કે એવા જીવલેણ પ્રયોગોથી મરણના મુખમાં મોકલી દેવાની કે એને રિબાવીરિબાવીને મારી નાંખવાની વાત પણ કંઈ આજકાલની નથી; ઇતિહાસયુગ અને પહેલાંના છેક પ્રાચીનમાં પ્રાચીન કહી શકાય એવા સમયમાં પણ શૂળી-ફાંસીની સજા પ્રચલિત થયાના પુરાવા મળતા જ રહે છે. જ્યારથી સમાજને વ્યવસ્થિત કરવા માટે રાજ્યવ્યવસ્થાના શ્રીગણેશ મંડાયા હશે, ત્યારથી ફાંસીની સજાને કાયદેસરપણાની મહોર મળી હશે, અને સમાજને વ્યવસ્થિત અને સંસ્કારી બનાવવા માટે એની અનિવાર્યતા લેખાઈ હશે, તેમ જ એની સામે અવાજ ઉઠાવવાનું મુશ્કેલ કે અશક્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy