________________
૧૫૪
જિનમાર્ગનું જતન આમ છતાં કોંગ્રેસના કાર્યકરોના કહેવા પ્રમાણે, જૈન સમાજે આ કાર્ય પ્રત્યે જે ઉદારતા બતાવવી જોઈએ તે એણે હજુ સુધી નથી બતાવી. આશા રાખીએ કે આ ફરિયાદ આપણે સત્વર દૂર કરીશું, અને આપણાથી બનતી બધી આર્થિક સહાય આપવાની સાથોસાથ દુનિયાના જુદા-જુદા શાકાહાએમીઓનો પ્રત્યક્ષ પરિચય મેળવવાની આવી ઉત્તમ તકનો પૂરેપૂરો લાભ લઈશું.
| (તા. ૭-૯-૧૯૫૭)
(૧૮) અંડાહારઃ વૈજ્ઞાનિક અભિગમ અને જાગૃતિ
મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશને પોતાના વહીવટ નીચેની પ્રાથમિક શાળાનાં બાળકોને જરૂરી પોષણ મળી રહે એ માટે, પાંચ હજાર બાળકોને, આંતરે દહાડે, એક બાફેલું ઈંડું આપવાની વિચિત્ર યોજના સવા-દોઢ વર્ષ પહેલાં ઘડી હતી; પણ એ વખતે તેની સામે સારા પ્રમાણમાં વિરોધનો વંટોળ જાગી ઊઠતાં કોર્પોરેશનને એ યોજનાનો અમલ પડતો મૂકવાની ફરજ પડી હતી. આમ છતાં, આ વિચારને હંમેશને માટે પડતો મૂકવાનો સ્તુત્ય નિર્ણય કૉર્પોરેશન તે જ વખતે ન કરી શક્યું એ આપણા લોકશાહીતંત્રની કેવળ મોટી કરુણતા જ નહીં, પણ દારુણતા જ કહી શકાય. કોર્પોરેશન આવો આવકારપાત્ર નિર્ણય લેતાં અને આવી અસંસ્કારપોષક યોજનાને કાયમને માટે દફનાવી દેતાં કેમ અચકાયું એનાં કારણોમાં ઊતરવાની અહીં જરૂર નથી. પણ આમ ન થઈ શક્યું એનું દુષ્પરિણામ આપણી સામે આવીને ઊભું છે; કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના કુલ ૧૬ સભ્યોમાંથી ફકત આઠ જ સભ્યોની જંગી (!) હાજરીમાં, શાળાનાં બાળકોને પોષણ માટે ઇંડાં ખવરાવવા જેવી પાયાની, અને એક વખત પડતી મૂકવી પડેલી દરખાસ્ત સર્વાનુમતે (!) પસાર કરવામાં આવી ! બહુમતી કે સર્વાનુમતીનો આના કરતાં વધારે પાશવી ઉપયોગ શો હોઈ શકે અને લોકશાહીની હાંસી આથી વધારે શી હોઈ શકે?
ગમે તે રીતે મતો ભેગા કરીને લોકસમુદાય ઉપર, દેશની સંસ્કારિતાને, લોકોને પોતાને તથા ખુદ લોકશાહીને નુકસાન પહોંચાડે એવા નિર્ણયો ઠોકી બેસાડવામાં આપણી રાજકારણી વ્યક્તિઓ કેટલી પાવરધી બની ગઈ છે તેનું, આ ઠરાવ પણ, વિચારકો અને દેશહિતચિંતકોની ઊંઘ ઉડાડી મૂકે એવું ઉદાહરણ પૂરું પાડે છે! લોકશાહીના સિંહણના દૂધને પચાવામાં આપણે કેટલા બધા નાકામિયાબ સાબિત થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org