SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૮ છીએ અને લોકશાહીનું આપણને કેટલું બધું અજીર્ણ થયું છે ! સાતેક વર્ષ પહેલાં પંજાબ સરકારે શાળાનાં બાળકોને ઈંડાં આપવાની કંઈક આવી જ યોજના તૈયાર કરી હતી, પણ સરકારે લોકલાગણીની કદર કરીને શાણપણ, દાખવીને એ યોજનાને કાયમને માટે તજી દીધી હતી. આ પ્રકરણમાં એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે અત્યારે આ ઈંડાં-પ્રકરણમાં, મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈંડાં આપવાનો વિરોધ કરનાર વર્ગ વચ્ચે, કેવળ યુદ્ધની કામચલાઉ કે અલ્પ સમય માટેની તકૂબી જેવી સ્થિતિ જ પ્રવર્તે છે. કોર્પોરેશને માત્ર ત્રણ જ મહિના માટે આ યોજનાનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. પણ આપણા દેશમાં વધતી જતી આચારવિમુખતા અને અધોગતિની સાક્ષી પૂરતી આવી યોજનાને કાયમને માટે માંડી વાળવામાં ન આવે ત્યાં સુધી આ માટે સતત જાગૃત અને પ્રયત્નશીલ રહેવું એ સર્વ શાકાહારી, જીવદયાપ્રેમી અને સ્વાચ્યવિજ્ઞાનપ્રેમી વ્યક્તિઓ અને સમાજોની ફરજ બની રહે છે. યુદ્ધ-તહકુબીની જેવી ત્રણ મહિનાની સાવ ટૂંકી મુદત માટે મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશને આ યોજનાનો અમલ મોકૂફ રાખ્યાની જે જાહેરાત કરી તેને લીધે આપણામાં કંઈક ઉદાસીનતા કે ઉપેક્ષાવૃત્તિ પ્રવેશી ગઈ હોય તેમ લાગે છે. પણ આમ થાય એ કોઈ પણ રીતે ઇચ્છવા યોગ્ય નથી. મુંબઈથી પ્રગટ થતા જૈનપ્રકાશ' સાપ્તાહિકના તા. ૧-૯-૧૯૭૮ના પર્યુષણપર્વ-વિશેષાંકમાં, એ પત્રના તંત્રી ભાઈ શ્રી એમ. જે. દેસાઈએ આ અંગે એક લેખ લખીને, આ વખતે, આ દુઃખદ પ્રકરણની સામે વિરોધ જગવવામાં આપણે કેટલા ઢીલા કે ઉદાસીન છીએ તે અંગે જે ખેદ વ્યક્ત કર્યો છે. તે સૌ કોઈએ ધ્યાનમાં લેવા જેવો હોવાથી અહીં મૂળ શબ્દો સાભાર રજૂ કરીએ છીએ : મુંબઈની નગરપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને બાફેલાં ઈંડાં આપવાના લેવાયેલ નિર્ણયના વિરોધમાં બૃહદ્ મુંબઈના જીવદયા અને અહિંસાના અનુયાયી શાકાહારી વર્ગનું એક ઉચ્ચ કોટીનું પ્રતિનિધિમંડળ માનનીય મેયરને મળ્યું હતું અને વિરોધ પ્રદર્શિત કરતું આવેદનપત્ર રજૂ કર્યું હતું. પરંતુ આ વખતે જોઈએ તેવો વિરોધનો વંટોળ ઉદ્ભવ્યો નથી તે દુઃખદ છતાં વાસ્તવિક હકીકત છે. આ નિર્ણયના વિરોધમાં બૃહદ્ મુંબઈમાંથી તેમ જ ભારતભરમાંથી વિરોધના પત્રો, તારો, આવેદનપત્રો જવા જોઈએ, પરંતુ આ દિશામાં ઉપેક્ષા સેવાઈ રહી હોય તેમ લાગે છે. “જૈન-પ્રકાશ' કાર્યાલયને અત્યાર સુધીમાં (બે પત્રો) સિવાય બીજી કોઈ વ્યક્તિએ કે સંસ્થાએ કાર્યવાહી કર્યાના સમાચાર પ્રાપ્ત થયા નથી. નિર્ણયનો અમલ મોકૂફ રખાવવા માટે મોટા પાયા પર આંદોલન થશે તો જ તેમાં સફળતા મળી શકશે.” આજે આ પ્રશ્નને બૃહદ્ મુંબઈ પૂરતો મર્યાદિત માની લઈને અન્ય સ્થાનોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy