________________
૧૮૬
જિનમાર્ગનું જતન
“અજોડ શક્તિશાળી મહાસતી સાધ્વીજીઓ, સેંકડોની સંખ્યામાં, વ્યાખ્યાનો આપી શકે તેવી મોજૂદ છે. છતાં, તેને કોઈ તરફથી સાથ કે સહકાર આપવામાં આવતો નથી; બલ્કે, સ્વયં સંપ્રદાયના સાધુઓ તરફથી દબાણ કરવામાં આવે છે : જો તમો આમ કરશો કે તેમ કરશો તો તમને સંઘાડા-બહાર કરવામાં આવશે' વ. ફરમાનો ક૨વામાં આવે છે. જો શ્રાવક-સમાજ જાગૃત બને તો સાધ્વીજીઓમાં રહેલી શક્તિનો વિકાસ અવશ્ય થાય.
“મુનિરાજોના પક્ષમાં શ્રાવકો પણ સાધ્વીજીઓ માટે વિરોધ કરવા તૈયાર થઈ જાય છે, ત્યાં ઉપાય શું ? વિશેષ શું લખું ?'
સાધ્વીજી શ્રી ખાંતિશ્રીજીએ સંઘમાં શક્તિશાળી મહાસતી-સાધ્વીજીઓ સેંકડોની સંખ્યામાં' હોવાનું, ‘સાધ્વી-સંસ્થાની શક્તિને ઘણા વખતથી કચરી નાખવામાં આવી’ હોવાનું અને એ માટે ‘શ્રાવક-સમાજ જાગૃત બને' એમ જે કહ્યું છે તે બિલકુલ સાચું છે.
હવે તો સાધ્વી-સમુદાય પાસે એટલી આશા રાખવી વધારે પડતી ન લેખાવી જોઈએ કે સાધ્વી-સમુદાયના વિકાસને માટે અપાતી આ મોકળાશની તેઓ કદર ન કરી શકે તો પણ છેવટ એવી નિંદા તો ન જ કરે.
અને સાધ્વીઓને શાસ્ત્રાભ્યાસ અને વ્યાખ્યાનની છૂટ આપવાની વાત હજી પણ જો તપગચ્છના ધર્મગુરુઓને ગળે ન ઊતરી શકતી હોય તો એ કરુણતાની હદ જ
ગણાય !
પણ એક વાત આપણે સમજી લેવી ઘટે કે અમુક વાત આપણા ગળે ઊતરે કે ન ઊતરે; સમય તો કોઈની ય રાહ જોવા થોભતો નથી. તેથી આવતા સમયનાં એંધાણ અગાઉથી પારખી લેવાં એ જ માનવીની બુદ્ધિ અને શક્તિની ચરિતાર્થતા છે. આપણા ધર્મગુરુઓ શ્રીસંઘના હિત માટે આવી દીર્ઘદૃષ્ટિ દાખવે એ જ આ કથનનો સાર છે.
(૩) દિગંબર-સમુદાય ફરી વિચારે
અમારા તા. ૭-૫-૧૯૫૦ના અંકમાં અમે ‘દિગંબર જૈનભાઈઓનું આત્મઘાત જેવું પગલું' શીર્ષકથી એક ટૂંકી નોંધ લખી હતી તે વાચકોને યાદ હશે. દિગંબર સંપ્રદાયના ખૂબ મહત્ત્વના પ્રાચીન ધર્મગ્રંથ ‘ધવલસિદ્ધાંતશાસ્ત્ર’ના ૯૩મા સૂત્રમાં
Jain Education International
(૩૦-૭-૧૯૬૬)
For Private & Personal Use Only
www.jainelibrary.org