________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૦
૧૩૫ તો, માનવી અને માછલી વચ્ચે વિકાસની દૃષ્ટિએ જે મહાન તફાવત છે, એ તફાવતનો વિચાર કરીને પોતાની ખીલેલી ન્યાયબુદ્ધિથી બને એટલી ઓછી હિંસાથી જીવનનિર્વાહ કરવો એ જ છે.
મોટું માછલું નાના માછલાને ગળી જાય એ મચ્છગલાગલ ન્યાય તો દુનિયાનો સામાન્ય ક્રમ છે, અને એ જ સંસારના વ્યવહારની નબળી કડી છે. પણ એ નબળી. કડીને દૂર કરીને દુનિયામાં ન્યાય-નીતિની અને સમાનતાની સ્થાપના કરવી એ જ તો ધર્મ, સમાજ અને રાજ્યનું કાર્ય છે એ આપણે કાં ભૂલી જઈએ ?
આવુંઆવું તો શ્રી “સ્નેહબ્ધિએ બીજું પણ કેટલુંક વિચિત્ર લખ્યું છે, પણ એ બધાંનો વિગતવાર જવાબ આપવાની જરૂર નથી.
હવે મુખ્ય મુદ્દાની વાત : સરકારે આમાં શું કરવું?
જેમ કેટલાય માનવસમૂહો સહજ રીતે શાકાહાર કરે છે, તેમ ઘણા ય માંસાહાર કરતા હોય છે. પણ માંસાહારીઓને શાકાહાર તરફ વાળવાની કે જેઓ મત્સ્ય-માંસનો વેપાર કરતા હોય એમને એમનો વ્યાપાર છોડાવવાની ફરજ સરકારની નથી; તેમાં ય લોકશાહી સરકાર તો એવી બધી બાબતોમાં પડે જ નહીં. એ બધું કામ તો ધર્મગુરુઓનું કે પ્રબુદ્ધ નાગરિકોનું લેખાય, અને એ એમણે જ કરવું જોઈએ.
હવે જે લોકો સરકારને મત્સ્યોદ્યોગ જેવા હિંસક માર્ગે ન જવાનું કહે છે, એમના ખ્યાલમાં સરકારની આ મર્યાદા બરાબર છે. અને તેથી જ એમણે સરકાર પાસે માત્ર એટલી જ માગણી કરી છે, કે જેમાં લોકોને માંસાહારથી કે મત્સ્ય-માંસના વેપારથી પાછા વાળવાનું કામ સરકારનું નથી, તેમ મત્સ્ય-માંસના વેપારને દેશના એક ઉદ્યોગના ધોરણે વિકસાવવાનું કામ પણ સરકારનું નથી; માટે કેન્દ્ર-સરકારે કે પ્રાદેશિક સરકારોએ પ્રજાના ચોક્કસ જૂથને અવગણીને, બલ્ક દૂભવીને અને અન્ય જૂથનો એકાંગી પક્ષપાત. કરીને એવાં હિંસક કાર્યોમાં ન પડવું જોઈએ, અને પોતે તેમાં પડી હોય તો પાછા વળવું જોઈએ.
દેશમાં જેમ માંસાહાર કરનાર કે મત્સ્ય-માંસનો વેપાર કરી રોજી રળનાર એક વર્ગ છે, તેમ માંસાહારનો વિરોધ કરનાર અને એવી હિંસક વસ્તુઓના વેપાર પ્રત્યે નફરત ધરાવનાર પણ એક બહુ મોટો વર્ગ છે. એ બેની વચ્ચે સરકારે સમતુલા જાળવવાની છે; અને એ સમતુલા ઉપર જણાવ્યું એ રીતે જ જળવાઈ શકે એમ છે. જે કામ પ્રજાના મોટા વર્ગને ન ગમતું હોય એ કામમાં પ્રજાનાં નાણાં વાપરીને એનો વિકાસ સરકાર કેટલો વખત સાધી શકશે? અને પ્રજાની જે મંગલકર અને વાજબી લાગણી હજારો વર્ષથી કેળવાતી અને સચવાતી આવી છે, એની ઉપેક્ષા સરકાર ક્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org