SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૪ ભીડને દૂર કરવા માટે સંસ્થાના કાર્યકરોને કોઈ ને કોઈ સબળ નિમિત્તે શોધીને જનતા પાસેથી વધુ આર્થિક સહાયની માગણી કરવી જ પડે. આ સંસ્થા માટે આવું જ એક નિમિત્ત હમણાં ઊભું થયું છે; તે છે સંસ્થાનો હીરક-મહોત્સવ. આમાં ઉજવણી તો ગૌણ બાબત છે; મુખ્ય વાત છે સંસ્થાને આર્થિક રીતે વધુ પગભર બનાવવી. આ માટે આ સંસ્થાના માસિક મુખપત્ર ‘શ્રીજીવદયા'ના ગત જૂન માસના અંકમાં સંસ્થાના ભાવનાશીલ સંચાલક અને પ્રાણ શ્રીયુત જ્યંતીલાલ માન્કરની સહીથી એક વિજ્ઞપ્તિ પ્રગટ કરવામાં આવી છે. તેમાં સંસ્થાના અત્યાર સુધીના કાર્યની રૂપરેખા આપતાં કહેવામાં આવ્યું છે “સંસ્થાએ તેનાં ૬૦ વર્ષના જીવન દરમ્યાન સમગ્ર હિંદમાં અને હિંદ-બહાર જીવમાત્રના રક્ષણ અને સેવાના પ્રયાસો કરતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અહિંસા અને જીવદયાના પ્રચાર માટેની અજોડ સંસ્થાની પ્રતિષ્ઠા મેળવી છે. તેમના પ્રયાસોમાં મુખ્ય જીવમાત્રના જીવનના અધિકારો સ્વીકારી તેની રક્ષાના પ્રયાસો, કાયદા અને જ્ઞાનપ્રચાર દ્વારા જીવોની થતી હિંસા રોકવાના પ્રયાસો, દુષ્કાળ-આદિ પ્રસંગે માનવરાહત અને પશુરાહતની વિશાળ યોજનાઓ, (અંધશ્રદ્ધારૂપ) ધર્મ-ખોરાકવિજ્ઞાન-મોજશોખને કારણે દેશમાં ચાલતી અકારણ હિંસા અને ઘાતકીપણું અટકાવવાના પ્રયાસો, શાકાહારી અહિંસક જીવનવ્યવહાર અને તેનો પ્રચાર, ગરીબ અનાથ જનતાને ઔષધોપચાર-અન્ન-વસ્ત્ર-આદિની સહાયતા, પાંજરાપોળો, ગૌશાળા અને પ્રાણીકલ્યાણની સંસ્થાઓનાં સ્થાપના-સંગઠન-સુધારણા, યુવકવર્ગમાં અહિંસાદયાની કેળવણી આદિ મુખ્ય પ્રવૃત્તિઓ ચાલુ છે. “મંડળીના પ્રયાસોથી ભારતનાં ૧૧ રાજ્યોમાં ગાયો, વાછરડાં તથા અન્ય ઉપયોગી પશુધનની કતલના પ્રતિબંધક કાયદા થયા છે. ૪ રાજ્યોમાં ધર્મને નામે ૫શુ-બલિદાનો ૫૨ કાયદાથી પ્રતિબંધ છે, અને પ્રચાર તથા અન્ય પ્રયાસોને પરિણામે લાખો જીવોને કાયદાથી અને પ્રચારથી તેમ જ પ્રત્યક્ષ અભયદાનની પ્રવૃત્તિથી રક્ષણ મળ્યું છે. દર વરસે 3000 કરતાં વધારે વિદ્યાર્થીઓમાં અહિંસા-દયાના સંસ્કારો ખીલવવામાં આવે છે. અનેક સ્થળે જીવદયા અને પ્રાણીકલ્યાણની સંસ્થાઓ તેમ જ વેજીટેરિયન સંસ્થાઓ કાર્યપરાયણ બની છે, તેમ જ સરકારી અને અર્ધસરકારી સ્ત૨૫૨ ગૌશાળા-પાંજરાપોળસંઘો, પ્રાણીકલ્યાણ-સંઘ, વિજ્ઞાનને નામે થતી હિંસાના નિયમનની સંસ્થા વગેરેની સ્થાપના અને તેની પ્રવૃત્તિમાં મંડળીનો સક્રિય સાથ છે.' આ પહેલાં સંસ્થાનો ૨જતમહોત્સવ તેમ જ સુવર્ણમહોત્સવ ઉજવવામાં આવેલો તેની પાછળનો આશય પણ સંસ્થાને માટે લોકો પાસેથી વધુ સહાય મેળવીને સંસ્થાને વધુ પગભર અને વધારે કાર્યશીલ બનાવવાનો હતો. Jain Education International 3.94 For Private & Personal Use Only (તા. ૨૪-૭-૧૯૭૧) www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy