________________
જિનમાર્ગનું જતન
(૨) એક નવો કાયદો એટલે સરકારી અમલદારોને લાંચ-રુશ્વત લેવાનું એક નવું સાધન – એ પદ્ધતિ હવે બંધ થવી જોઈએ; અને કોઈ પણ કિસ્સામાં અમલદારને સખ્તમાં સખ્ત નરસિયત (સજા) મળે એવા દાખલાઓ બેસાડવા જોઈએ.
(૩) પ્રજાની જેમ સરકારે પણ પોતાના જંગી ખર્ચાઓમાં કાપ મૂકીને પોતાની રાષ્ટ્રપ્રીતિ દર્શાવી આપવી જોઈએ; દરેકે દરેક ખાતામાં કરકસર એ પહેલી જરૂરિયાત લેખાવી જોઈએ.
૪૬૮
જો ખોટા ખર્ચા બંધ નહીં થાય, તેમ જ ખર્ચમાં કરકસર નહીં થાય, તો ગમે તેટલા કરવેરા નાખવા છતાં સરકારી તિજોરીનું તળિયું ખાલી ને ખાલી જ રહેવાનું, અને છેવટનો સરવાળો ગાયને દોહીને કૂતરાને ધરવવા જેવો જ આવવાનો !
(તા. ૨૫-૫-૧૯૫૭)
(૬) સરકારી અને વેપારી અનર્થોની જુગલબંદી
આજે આપણા દેશનું રાજતંત્ર સંભાળતા કૉંગ્રેસપક્ષે આપણા દેશની સ્થિતિ એવી તો વિચિત્ર અને શોચનીય કરી મૂકી છે, કે જેથી દેશના કોઈ પણ કાયદાનો લેશ પણ ભંગ કર્યાં વગર, બિલકુલ પ્રામાણિકપણે તેમ જ બિનગુનેગાર રીતે પોતાના જીવનનો નિર્વાહ ચલાવી શકાતો હોય એવી વ્યક્તિની તો કેવળ શોધ જ કરવાની રહે છે !
સામાન્ય જનસમૂહ અને ખાસ કરીને મધ્યમવર્ગના માનવી સામે પ્રામાણિકતાને દેશવટો દેવો પડે, પોતાની આર્થિક સમતુલા હચમચી ઊઠે અને દેશના બધા કાયદાઓનું પાલન કરીને ગુનારહિતપણે જીવનનો વ્યવહાર અશક્ય બની જાય એવી અજબ સ્થિતિ આવીને ખડી થઈ છે. જાણે કોઈ કોઈનું સાંભળનાર નથી રહ્યું. ધીમે-ધીમે બળિયાના (અલબત્ત, શરીરના નહીં, પણ બુદ્ધિ અને ચાલાકીના બળિયાના) બે ભાગ’ જેવી જંગલના ન્યાયની નીતિ-રીતિની બોલબાલા થતી જાય છે; અને લુપ્ત થયેલી સામ્રાજ્યશાહી, રાજાશાહી કે સામંતશાહીને પણ સારી કહેવડાવે એવી ચિંતાજનક સ્થિતિ સરજાતી આવે છે.
સ્વરાજ્યના સોળ-સત્તર વર્ષના વ્યવસ્થિત ગેરવહીવટ દરમ્યાન શાસકપક્ષે કાયદાઓનું એક અડાબીડ જંગલ જ ઊભું કરી દીધું છે ! એ જંગલે પ્રજાજીવનને તો વેરવિખેર બનાવી જ દીધું છે; પણ સાથે-સાથે ખુદ શાસકપક્ષ પણ એમાં એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org