________________
૨૦૯
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૯
“મ. શ્રી. જાજમ ઉપર બેસાય નહિ' એમ કહી એક બાજુ આસન પાથરી બેઠા.
આ ઘર હતું ધન ગઢવીનું. ઘરમાંથી બૈરાં-છોકરાં બધાં પગે લાગી ગયાં. બાદ તેણે કહ્યું: “બાપુ, ઉકાળેલું પાણી તૈયાર છે. તપાસ કરતાં અચિત્ત પાણી હતું, એથી અતિ આગ્રહ થતાં મ. શ્રીએ પણ લાભ આપ્યો. ખૂબ આગ્રહથી અને બહુમાનથી તેમણે વોરાવ્યું. મ. શ્રીએ વિધિ મુજબ ગ્રહણ કરી તેનો ઉપયોગ કર્યો. બાદ ઘરનાં બધાં આવીને બેઠાં. મ. શ્રી પાસે દરેકે વાસક્ષેપ નંખાવ્યો. મ. શ્રીએ પણ થોડી વાર ધના ગઢવી આદિ પાસે ધનાજી શાલિભદ્રજીના દૃગંતપૂર્વક દાનધર્મનો મહિમા સંભળાવ્યો.
“ખૂબ ઉપકાર માનતા તેઓએ ચરણરજ મસ્તકે ચડાવી, તેમ જ રોકાવા માટે પણ આગ્રહ કર્યો, પરંતુ મ. શ્રીને જવાની ઉતાવળ હોવાથી રોકાવાની ના પાડી.
“મ. શ્રી જવા તૈયાર થયા, ત્યાં બધાં બહુમાનભરી નજરે જોઈ રહ્યાં. “વળી પધારજો, દર્શન દેજો' એમ બોલવા લાગ્યાં. ગઢવી પોતે મ. શ્રીને મૂકવા માટે સાથે ચાલ્યા; દૂર સુધી આવી મંગલિક સાંભળ્યા બાદ તેઓ પાછા ફર્યા.
આ એક જૈનેતર કુટુંબના આદર્શ સંસ્કારોનું જરા વર્ણન છે. આ ઉપરથી આપણે જેન છીએ, આપણું કુળ આદર્શ, સંસ્કારો પણ આદર્શ આ બધું હોવા છતાં તે આપણી પાસે અત્યારે રહેલાં છે કે નહિ તે વિચારવા જેવું છે. ઘરને આંગણે મુનિમહારાજ પધાર્યા હોય તો ઊભા થઈ હાથ જોડવા જેટલો કે “પધારો' કહેવા જેટલો પણ વિનય આપણામાં છે કે નહિ તે આત્માને પૂછી, ન હોય તો કેળવવો. જૈનેતરોના પણ આવા સુંદર સંસ્કારો જોઈ જૈનોએ તો તેનાથી પણ ઉમદા સંસ્કારો મેળવવા જોઈએ.”
આમ જોઈએ તો આ એક સામાન્ય પ્રસંગ છે; આમ છતાં આ હકીકત અમને સમાજ સમક્ષ રજૂ કરવા જેવી અને એ અંગે થોડીક નોંધ લખવા જેવી લાગી છે તે ખાસ નીચેના કારણસર :
સૌથી પહેલી વાત તો, જન્મના કારણે જ આપણે અમુક માણસોને ઊંચા અને અમુકને નીચા માની લઈએ છીએ – એ આપણી માન્યતા કેટલી ભ્રામક અને નિરાધાર છે એ આ ઉપરથી સમજાય છે. ભગવાન મહાવીરે તો છડેચોક આવા ભેદનો વિરોધ કર્યો હતો, અને “જે ગુણવાન તે ઊંચો” એવી ગુણમૂલક અને ગુણગ્રાહક દૃષ્ટિનો જ પુરસ્કાર કર્યો હતો. પણ જતે દિવસે આપણા હૃદયની જાગૃતિ ઓછી થઈ, તેથી પોતાની જાતને કેવળ જન્મને કારણે જ ઊંચી સાબિત કરવાના મોહમાં આપણે ફસાયા; જતે દહાડે એમાં કંઈક સ્થાપિત હિત પણ ગોઠવાતાં ગયાં. એટલે આપણે વિશ્વમૈત્રીના પાયારૂપ ભગવાન મહાવીરની એ પ્રરૂપણાને વીસરી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org