________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૭
૧૨૫
છે. જે માણસ જેલમાં કે ઓચિંતો ઇસ્પિતાલમાં જાય એનાં પાળેલા પ્રાણી તથા ભારવાહી જનાવર પણ સોસાયટીને ભળાવાય છે.
“જનાવરની રક્ષાને નિમિત્તે ન્યૂયોર્કની સોસાયટી એક વર્ષમાં ૬૦00 પાળેલાં પશુપક્ષીની દુકાન, ૫000 કૂકડાની મારકીટ અને તબેલાનું નિરીક્ષણ કરે છે ને જનાવર પ્રત્યે ક્રૂરતાના કેસની તપાસ કરે છે. ગોરહમની સોસાયટી ૪૫ અવેડામાં ઘોડા માટે પાણી ભરાવે છે ને ઉનાળામાં ૪૩ તાત્કાલિક અવેડા ભરાવે છે. એણે વિવિધ સેવાને નિમિત્તે ૧૯૪૦માં પાંચ લાખ ડોલરનું ખર્ચ કર્યું હતું.”
છેવટે એક સાધકની સાધના કે તપસ્વીની તપસ્યાની જેમ શ્રી હેન્રી બર્ગનું જીવનકાર્ય કેવું સફળ થયું, અમેરિકામાં એનો કેવો વિકાસ થયો અને જીવનનાં છેલ્લાં વર્ષોમાં માનવદયા તરફ એમણે કેવો સક્રિય અનુરાગ દાખવ્યો એનો ખ્યાલ આપતાં શ્રી વાલજીભાઈ કહે છે –
ન્યૂયોર્ક જેવી સોસાયટીઓ યુનાઈટેડ સ્ટેટ્સમાં ૬૬૪ છે. તેમાં વર્ષે કેટલાક લાખ ડોલર વપરાય છે. ત્યાં નવ લાખ કલાકની મહેનત થાય છે. આ બધી હેવી બર્ગની દયા, સ્થિરતા ને દીર્ઘદૃષ્ટિનો પ્રતાપ છે.
બર્ગ ૧૮૬૪માં રશિયાથી અમેરિકા પાછો આવ્યો ત્યારથી તે ૧૮૮૮માં એનો દેહ પડ્યો ત્યાં લગી એણે કૂરતાનિવારણનું જ કામ કર્યું. એ કહેતો કે માણસ જનાવર ઉપર જુલમ કરે તેમાં જનાવર દુઃખી થાય એ તો છે જ, પણ માણસ માણસ નથી રહેતો, ને પશુથી યે અધમ બની જાય છે.
જેમ જનાવર ઉપર તેમ જ છોકરાં ઉપર પણ જુલમ થાય છે તેની પણ બર્ગને મન ચિંતા હતી. મેરી એલન નામે છોકરીને એનાં પાલક મા-બાપ મારતાં હતાં તે શ્રીમતી વિલર જોઈ ગયાં ને એ બર્ગ આગળ ગયાં. બર્ગે મેરીનાં મા-બાપ ઉપર કેસ માંડ્યો ને એને શિક્ષા કરાવી. પછી મેરી નામે વકીલ તથા જોન ડી. રાઈટ નામે ડૉક્ટર સાથે મળીને બાળદયાની અરજી ઘડી. આ અરજીરૂપી બીજમાંથી જગતમાં બાળક પ્રત્યે ક્રૂરતાનિવારણ માટે ન્યૂયોર્કની પહેલી સોસાયટીની સ્થાપના થઈ. હેન્રી બર્ગ વિષે કહેવાય છે કે એણે ભલાઈનો નવો પ્રકાશ શોધી કાઢ્યો.”
સ્વનામધન્ય હેબ્રી બર્ગના કરુણાપરાયણ જીવનની આ થોડીક વિગતો પણ આપણને એ સમજાવવા માટે પૂરતી થવી જોઈએ કે જેમ દુનિયાભરમાં શયતાની મનોવૃત્તિવાળા ચાંડાલ જેવા ક્રૂર માનવીઓ પાકે છે, તેમ સંતહૃદયના દયામય માનવીઓ પણ ધરતીના બધા ભાગોમાં પાકતા જ રહે છે.
(તા. ર૭-૬-૧૯૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org