________________
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૯
રખે કોઈ માને કે આમ કરીને અમે કડવાશ કે દ્વેષનું પોષણ કરવા માગીએ છીએ. આ તો જૈનેતરો તરફથી દ્વેષ અને ઈર્ષાનું વારેવારે પ્રદર્શન કરવામાં આવે છે તેનો ઇલાજમાત્ર છે. કોઈને આ ઇલાજ જલદ લાગે એ બનવાજોગ છે; પણ જલદ રોગોનો ઉપચાર પણ જલદ હોય તો જ એ કામયાબ નીવડી શકે. રોગ શમી જતાં ઉપચાર પણ આપોઆપ દૂર થઈ જશે એ કહેવાની જરૂ૨ ન હોય.
*
*
*
જબલપુર પ્રકરણના પડઘા હજુ શમ્યા નથી; એમાં જે રીતે જૈનોને દાદ મળવી જોઈએ તે મળવી હજુ બાકી છે. આથી આવાં પ્રકરણો ભવિષ્યમાં બનવા ન પામે એ માટે બધા ફિકાના જૈનોએ એકતા સાધીને સંગઠિત બનવું જોઈએ એવી ચારે તરફથી માગણી કરવામાં આવે છે.
૩૧૭
કોઈ પણ કાળે સંગઠન અને એકતાની જરૂર ન હતી કે એનું મૂલ્ય ઓછું હતું એમ તો કહી જ ન શકાય. પણ અત્યારના યુગમાં તો એની સવિશેષ જરૂર ઊભી થઈ હોય એમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમાં ય જૈનસમાજ જેવો નાનો સમાજ જો પોતાનું સંગઠન ન સાધી શકે અને એકતાની બાબતમાં ઉદાસીન રહે, તેમ જ ક્યારેક-ક્યારેક અંદર-અંદર કલહ-કંકાસ કર્યા કરે, તો એ ચોક્કસ મુશ્કેલીમાં અને ક્યારેક તો. ભયભરેલી સ્થિતિમાં પણ મુકાઈ જાય, એમાં નવાઈ નહીં; રતલામ-પ્રક૨ણ અને જબલપુર-પ્રકરણ જેવાં પ્રકરણો એનાં સાક્ષી છે.
આ વાતનો વિચા૨ ક૨વાનું અમને એટલા માટે સૂઝ્યું, કે જબલપુર-પ્રકરણમાં વિશેષ કરીને દિગંબરભાઈઓને વધારે હેરાનગતિ અને નુકસાની ભોગવવી પડી હતી; અને એમની એ મુશ્કેલીમાં બધા ય ફિરકાના જૈનોએ સંયુક્ત રીતે એમને સાથ આપ્યો, અને આ અન્યાયનું સંતોષકારક રીતે નિરાકરણ થાય એ માટે પણ બધા ફિરકાના જૈનોએ સંગઠિત બનીને સરકાર પાસે માગણી કરી. આ કિસ્સા ઉપરથી જૈનોના બધા ય ફિરકાના મજબૂત સંગઠનની કેટલી જરૂર છે એ વાતનો પણ બધાને ઠીકઠીક ખ્યાલ આવતો જાય છે. બરાબર એવે જ વખતે ફરી પાછા આપણે આંતરિક સાંપ્રદાયિકતામાં કેવા સરકી પડીએ છીએ, એનો એક તાજો (૧૯૫૯નો) દાખલો ઊભો થયો છે. મેવાડનું શ્રી કેસરિયાજી તીર્થ ઘણાં વર્ષોથી શ્વેતાંબરો અને દિગંબરોના લહનું કારણ બની ગયું છે. એમ તો બીજાં પણ કેટલાંક તીર્થોમાં આ બે ફિરકાઓના ઝઘડાને કારણે વર્ષો સુધી કોર્ટોમાં કેસો ચાલ્યા છે અને હજારો રૂપિયાનું પાણી થયું છે; અને છતાં, એમાં કશું સારું પરિણામ આવ્યું નથી. પણ કેસરિયાજીની બાબતમાં શ્વેતાંબરો અને દિગંબરો ઉપરાંત વૈષ્ણવો પણ પોતાનો દાવો થોડાંક વર્ષોથી આગળ કરવા લાગ્યા છે અને એ માટે કેસરિયાજીમાં એક વૈષ્ણવ પેઢી પણ કામ કરતી થઈ છે. આટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org