________________
૮૪ .
જિનમાર્ગનું જતન સરાક જાતિની વસતી પણ આ જ વિસ્તારમાં છે. આ સરાક જાતિ મૂળે “શ્રાવક હતી, અને તે જૈનધર્મ પાળતી હતી. કાળક્રમે એ જૈનધર્મથી વિખૂટી પડી ગઈ. આ જ્ઞાતિના કેટલાક આચારવિચાર અને નિયમો તેમ જ એમની રહેણીકરણી અને જીવનપદ્ધતિ જોતાં વિચારકોને લાગ્યું કે તેઓ મૂળે જૈન હોવા જોઈએ. આ ઉપરથી ત્રણેક દાયકા પહેલાં એમના ઉદ્ધારનું કામ શરૂ થયું, અને અત્યારે પણ જૈનો દ્વારા અમુક પ્રમાણમાં એ કામ ચાલી રહ્યું છે.
જૈનધર્મનો ઇતિહાસ જોતાં તો એ સ્પષ્ટપણે જાણી શકાય છે કે જૈનધર્મના પ્રરૂપકો – તીર્થકરો ઉત્તર ભારત કે પૂર્વ ભારતમાં જ થયા છે, અને એમનું ધર્મપ્રરૂપણાનું કાર્ય પણ મોટે ભાગે ભારતના એ વિભાગોમાં જ થયું હતું. વળી બિહાર અને બંગાળ તો ભગવાન મહાવીરની વિહારભૂમિ પણ હતી. એટલે આ બંને પ્રદેશો એક કાળે જૈનધર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા અને જૈનધર્મના પ્રાચીન ઇતિહાસમાં આ બંને પ્રદેશોનું સ્થાન બહુ જ અગત્યનું હતું. ખરેખર, ઇતિહાસની એ એક કરુણતા જ લેખાવી જોઈએ, કે જે ભૂમિમાં જૈનધર્મનો ખૂબ વિકાસ થયો એ જ ભૂમિના રહેવાસીઓમાં કોઈ જૈનધર્મના અનુયાયી ન રહ્યા ! આમ કેમ બન્યું એ ઇતિહાસની દષ્ટિએ એક અભ્યાસની બાબત બની ગઈ છે. પૂર્વમાંથી જાણે જૈનધર્મે દેશના ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ભાગ તરફ એવી હિજરત કરી કે પૂર્વનો ભાગ જૈનધર્મના અનુયાયી વગરનો બની ગયો !
પણ સારે નસીબે દેશમાં અત્યારના જેનોનો મોટો ભાગ વેપાર, ઉદ્યોગ કે નોકરીમાં લાગેલો હોવાથી, તેઓની સંખ્યા બીજા ધર્મના અનુયાયીઓના પ્રમાણમાં ઓછી હોવા છતાં તેઓ દેશના જુદાજુદા ભાગમાં નોંધપાત્ર પ્રમાણમાં ફેલાયા છે, અને પોતાની આવડત અને હોંશિયારીના લીધે તેમણે સર્વત્ર મોભાભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બિહાર-બંગાળના કોલસાવાળા વિસ્તારમાંના જૈનો મોટે ભાગે આ રીતે દેશના બીજા-બીજા પ્રદેશોમાંથી પોતાના ધંધા માટે આવેલા છે.
કોઈ પણ કોમ કે દદાતિનું સંખ્યાબળ નાનું હોય કે મોટું, પણ જ્યાં સુધી એમાં સંગઠન, એકતા અને ભાઈચારાની લાગણી નથી જાગતી ત્યાં સુધી એનામાં પ્રાણ કે બળ પેદા થઈ શકતાં નથી. છૂટાછૂટા મણકા જ્યારે એક સૂત્રમાં પરોવાય છે, ત્યારે જ એની એક માળા બની શકે છે, એવું જ માનવસમાજનું છે. એટલા માટે જ વ્યક્તિગત માનવીના તેમ જ માનવસમાજના વિકાસમાં સંગઠનનું સ્થાન ઘણું જ અગત્યનું લેખવામાં આવ્યું છે.
એટલે આ કોલસા-વિસ્તારમાં વસતા બધા ય ફિરકાના જેનોનું સંગઠન સાધવાનો જે વિચાર કરવામાં આવ્યો છે અને એ વિચારને અમલી બનાવવા માટે જે પ્રયત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org