________________
જિનમાર્ગનું જતન
આ દૃષ્ટિથી આ હકીકતને સમજે. જ્ઞાતિ આ વસ્તુને સમજી શકી છે, એમાં શક નથી.’ આ ઉપરથી એ સમજી લેવું ઘટે કે દેવદ્રવ્ય કે એના રોકાણની વાતમાત્રથી છંછેડાઈ જવાના કે ગમે તેવો જવાબ આપી દેવાના અથવા તો ગમે તેવો નિર્ણય કરવાના દહાડા વીતી ગયા છે. દેવદ્રવ્ય સુરક્ષિત રહે એ રીતે એનું રોકાણ ક૨વાનો શિરસ્તો તો લાંબા વખતથી પડી જ ગયો છે; ત્યાર પછી જ્યારે પણ આવી વાત ઊભી થાય ત્યારે એનો સ્વસ્થતાપૂર્વક વિચાર કરીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પરિસ્થિતિનો તાગ મેળવીને અને સમયાનુરૂપ નિર્ણય કરીને જ આપણે એનો સાચો ઉકેલ લાવી શકીએ. પ્રશ્નો સામે આંખ આડા કાન કરવાથી કે મિજાજ ખોઈ બેસવાથી પ્રશ્નોનો નિકાલ આવવાને બદલે ઊલટો ગૂંચવાડો ઊભો થાય છે અને પ્રશ્નોમાં પણ વધારો થાય છે. ખરું શાણપણ સ્વસ્થતા અને સમતાપૂર્વક સમજી-વિચારીને, ઊભા થયેલા પ્રશ્નોનું સમયાનુરૂપ, સંતોષકારક સમાધાન શોધવામાં જ છે. સંઘના હિતને માટે દેવદ્રવ્યના નાણાના રોકાણનો પ્રશ્ન પણ શાણપણ, સ્વસ્થતા અને સમતાપૂર્વક વિચારવા જેવો ગંભીર પ્રશ્ન છે એ જ આ કથનનો હેતુ છે.
૨૩૮
—
(૪) ઉછામણી-પ્રથા અંગે ગંભીરપણે વિચારીએ
બે-અઢી મહિના પહેલાં, સ્થાનકવાસી જૈન સમાજના એક વયોવૃદ્ધ, અનુભવવૃદ્ધ, પીઢ, વિચારવાન અને જરૂર પૂરતું જ બોલવા કે લખવાની ટેવ ધરાવનારા અગ્રણી શ્રી. કુંદનમલજી ફિરોદિયાએ આ નવી પ્રથા કેટલી વાજબી છે ?' એ નામનું એક નિવેદન પ્રગટ કર્યું હતું. આ નિવેદન અમારા તા. ૨૬-૩-૧૯૬૦ના અંકમાં અમે પ્રગટ પણ કર્યું હતું.
(તા. ૧૫-૧૦-૧૯૬૬)
આ નિવેદન કરવાનું મુખ્ય કારણ એ હતું, કે મુંબઈમાં સ્થાનકવાસી સમાજમાં ત્રણેક મહિના પહેલાં કેટલીક બહેનોની દીક્ષાનો ઉત્સવ ઊજવાયો તે પ્રસંગે, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજમાં જુદેજુદે નિમિત્તે ઉછામણી બોલવામાં આવે છે તે રીતે નવદીક્ષિતોને પાતરાં વહોરાવવાં, ચાદર ઓઢાડવી, પોથી વહોરાવવી વગેરે જુદીજુદી ક્રિયાઓ માટે ઉછામણી ક૨વામાં આવી હતી. સ્થાનકવાસી સંઘને માટે આ પ્રથા નવી છે, અને તેથી તે વાજબી છે કે કેમ એ શ્રી. ફિરોદિયાજીને વિચાર કરવા જેવું લાગ્યું છે. સાથેસાથે એમણે આ નવી પ્રથા સામે આમ પોતાની સ્પષ્ટ નાપસંદગી પણ દર્શાવી છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org