________________
ધાર્મિક દ્રવ્ય : ૪
“આપણા મંદિરમાર્ગી ભાઈઓ જુદીજુદી રકમની ઉછામણી કરે છે, અને તેથી મંદિરો પાસે પૈસો પણ વધે છે. તેમનું તેમ કરવું યોગ્ય છે કે નહિ તેની ચર્ચામાં હું નહી પડું. મારું કહેવું તો એટલું જ છે કે આ નવી પ્રથા સ્થાનકવાસી સમાજે અનુકરણ કરવા જેવી છે કે નહિ તેનો વિચાર કરવાનું સમાજ માટે જરૂરી છે.
“આ પ્રશ્ન અંગે જુદીજુદી દલીલો થઈ શકે તેમ છે. એક તર્કથી એમ પણ કહી શકાય કે ધાર્મિક ક્રિયાના નિમિત્તથી લોકોની દાનની વૃત્તિને જગાડીને, ફંડ એકઠું કરવામાં આવ્યું તેમાં કશું ગેરવાજબી નથી. બીજા તર્કથી એમ કહી શકાય કે ધાર્મિક ક્રિયાની કિંમત રૂપિયાથી આંકવાથી, ધર્મક્રિયાનું મહત્ત્વ ઘટી જાય છે અને પૈસાનું મૂલ્ય વધી જાય છે. એમ પણ કહી શકાય કે આમ થવાથી -- ધર્મક્રિયાનું લિલામ થવાથી – પૈસાદાર લોકો જ તેનો લાભ લઈ શકે છે; ગરીબ લોકોને તેમાં સ્થાન જ નથી રહેતું.
“ધર્મક્રિયાનું લિલામ, ફંડ એકઠું કરવા માટે કરવું તે મને પોતાને તો ઠીક નથી લાગતું...”
શ્રીમાન ફિરોદિયાજીના આ નિવેદન પછી, એ વેદનાનો પડઘો પાડતું નિવેદન શ્રી રામજી શામજી વીરાણીએ કર્યું છેઃ
“મારું તો સ્પષ્ટપણે માનવું છે કે ધાર્મિક ક્ષેત્રે ખાસ કરીને જૈનધર્મમાં તો – પૈસાની મહત્તા, પૈસાનું મૂલ્યાંકન આજે જે રીતે અંકાઈ રહેલ છે, તેમાં તો જૈનધર્મના સિદ્ધાંતો વિકૃત દશામાં પરિણમી રહેલા હોય તેમ લાગે છે...
દીક્ષા-પ્રસંગે કે અન્ય પ્રસંગોએ ઉછામણી કરવાથી આમ-જનતાના મનમાં એક માન્યતા ઉદ્ભવે છે, કે પૈસા વડે જ ધર્મ થાય છે; જેમની પાસે પૈસા છે તે ધર્મ કરી શકે છે, જેમની પાસે નથી તેઓ કરી શકતા નથી... આવી માન્યતા પેદા કરનારી કે તેને પોષણ આપનારી પ્રવૃત્તિઓથી શ્રીસંઘના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ દૂર રહેવું જોઈએ તેવું મારું નમ્ર માનવું છે...”
“સામાયિક કે પ્રતિક્રમણ કરનાર ભાઈ-બહેનો હંમેશાં બોલતાં હશે, કે ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય;
ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય.'
399
66
શ્રી ફિરોદિયાજી અને શ્રી વીરાણીનાં આ નિવેદનો નિમિત્તે, આ બાબત તરફ આપણા સમાજનું ધ્યાન દોરવું અમને એટલા માટે જરૂરી તેમ જ ઉચિત લાગ્યું છે, કે ધર્મપ્રસંગ કે ધાર્મિક નિમિત્તે આપણે ત્યાં નવી-નવી બોલી બોલવાની પ્રથામાં જે વધારો થઈ રહ્યો છે, તેમાં અમને એ બાબતનો અતિરેક થતો હોય, અને આપણે એમાં પ્રમાણભાન ખોઈ બેઠા હોઈએ એમ લાગે છે.
શુભકાર્ય નિમિત્તે એ શુભકાર્ય માટે જ જનતાની ત્યાગવૃત્તિ કે દાનવૃત્તિને જાગૃત કરીને પરિમિત ધન એકત્ર કરવું એ એક વાત છે, અને આ રીતે બોલી બોલીને અમાપ ધન ભેગું કરવું એ બીજી બાબત છે. આમાં ધર્મક્રિયા નિમિત્તે ખુદ ધર્મને ધનના ત્રાજવે
Jain Education International
૨૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org