________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૩, ૧૪
૧૪૩
એક રીતે કહીએ તો ઘરને આગ લાગ્યા જેવી ભયંકર આ વાત છે. એને કારણે સરકારની કે બીજાઓની હિંસક પ્રવૃત્તિ સામેના આપણા અવાજ અને આંદોલનમાં, સામાને સાંભળવાની કે પોતાનું વલણ સુધારવાની ફરજ પડે એવી તાકાત પેદા થતી
નથી.
એટલે અહિંસા અને દયા સંબંધી આપણા વિચાર અને વર્તમાનમાં બળ આવે, આપણા અહિંસાપરાયણ ધર્મનું આપણે યથાસ્થિત રીતે પાલન કરીને સાચી જીવનશુદ્ધિ હાંસલ કરીએ અને પ્રગતિના ભ્રામક નામે અધોગતિમાં પડતાં અટકીએ, એટલા માટે આખા સંઘે, સમાજે અને પ્રત્યેક ઘરે આની સામે સતત જાગૃત રહેવાની જરૂર છે. ધર્મગુરુઓને માટે તો અત્યારે આ જ સર્વશ્રેષ્ઠ કર્તવ્ય ક્ષેત્ર બનવું જોઈએ.
આપણે આ માટે પણ પ્રયત્ન કરીએ, અને એ પ્રયત્નો સંપૂર્ણપણે સફળ થાય એની રાહમાં કાળક્ષેપ કર્યા વગર હિંસક માર્ગે આગળ વધતી આપણી સરકારને પાછા વળવાનો ખ્યાલ આવે એવો સમર્થ પ્રયત્ન પણ કરીએ – એમ બેવડો પ્રયત્ન એકસાથે કરવાની ફરજ સૌ અહિંસા અને જીવદયાના ચાહકોને માથે આવી પડી છે; એને પૂરેપૂરી અદા કરવા કમર કસીએ એ જ અભ્યર્થના અને અભિલાષા.
(તા. ૮-૧૦-૧૯૬૦)
(૧૪) શાકાહારી તે દીર્ઘજીવી
આપણા શાકાહારી સમાજોની જે વ્યક્તિઓ માંસાહારતરફી વલણ અપનાવવા લાગી છે એમાંની કેટલીક સ્વાદવૃત્તિથી, કેટલીક ફેશનથી અને કેટલીક પોતાના શરીરને મજબૂત અને શક્તિશાળી બનાવવાની લાલચથી પ્રેરાયેલ હોય છે. સ્વાદવૃત્તિ કે ફેશનની ખાતર માંસભક્ષણ જેવા મહાદોષને આવકારનારને તો શું કહીએ ? નજીવા સંતોષ કે સ્વાદ ખાતર તેઓ કેટલું મોટું પાપ આચરવા પ્રેરાય છે! અને જેઓ બળવાન બનવા માટે માંસભક્ષણ કરે છે, એમની સામે મહાત્મા ગાંધી અને આ યુગના વિશ્વના મહાન સાહિત્યસ્વામી જ્યોર્જ બર્નાડ શૉનો દાખલો અને અનુભવ શાકાહારનો મહિમા સમજાવે છે.
રશિયાના એક શાકાહારી ભાઈએ પોતાનો ૧૬ ૮મો જન્મદિવસ ઊજવ્યાની કથા “શ્રી જીવદયા' માસિકના ગત માર્ચ માસના અંકમાં શ્રી કૃષ્ણલાલ કોટડાવાલાએ આપી છે, તે બળવાન બનવાની ઘેલછાથી માંસાહાર-તરફી વલણ ધરાવતા સૌ કોઈને વાંચવા જેવી હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org