________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૩
૩૬૯ કચ્છની ભૂમિમાં જે આશ્રમ સ્થપાયો અને શતદળ કમળની જેમ પાંગર્યો, એમાં એ ધરતીની સરળતા અને નમ્રતાની ફોરમ પણ છુપાયેલી છે. પૈસો તો કચ્છના જૈન મહાજન કરતાં બીજા પ્રદેશોના જૈન મહાજનો પાસે કંઈ ઓછો નથી; અને આ બીજા પ્રદેશોમાં પણ કચ્છનાં જેવાં દુખિયાં ભાઈઓ-બહેનો નથી એવું પણ નથી. છતાં આવો માનવતાની પુણ્યસરવાણી સમો આશ્રમ સ્થાપવાનો યશ અને લાભ કચ્છની ધરતીને જ મળ્યો. સુખી અને સમૃદ્ધિશાળી જૈનોની વસતી ધરાવતા અન્ય પ્રદેશોના જૈનસંઘોને તો હજી સુધી આવો આશ્રમ સ્થાપવાનો વિચાર સુધ્ધાં નથી આવ્યો.
વિ.સં. ૨૦૦૪ની સાલમાં આ આશ્રમ સ્થપાયો, એટલે આ વર્ષે આ આશ્રમને સ્થપાયા પચીસ વર્ષ પૂરાં થયાં અને સંસ્થાનો રજત જયંતી-ઉત્સવ ઉજવવાનો સુઅવસર આવ્યો; એ નિમિત્તે આ સંસ્થાની માનવસેવાની વિરલ પ્રવૃત્તિને જાણીને આપણા અંતરની અંજલિ આપીએ એ ઉચિત છે.
સહધર્મપણાના સગપણને સાચા સગપણ તરીકે બિરદાવીને એનો મહિમા આપણે ત્યાં ખૂબખૂબ વર્ણવવામાં આવ્યો છે, અને તેથી સહધર્મી-વાત્સલ્ય કરતા રહેવાનું ઠેર-ઠેર વિધાન કરવામાં આવ્યું છે. અને છતાં દીન-દુઃખી-અશક્ત સહધર્મી ભાઈ-બહેનો તરફની હમદર્દી અને ધર્મબુદ્ધિથી પ્રેરાઈને એમની મુસીબતોને દૂર કરવાની પ્રવૃત્તિ આપણા સંઘમાં બહુ જ ઓછા પ્રમાણમાં થતી જોવા મળે છે. આ બાબતમાં વિશેષ દુઃખ ઉપજાવે એવી વાત તો એ છે, કે આપણા ધર્મગુરુઓ સાધર્મિકવાત્સલ્યનો મહિમા ખૂબખૂબ વર્ણવવા છતાં, એ દિશામાં સચિત અને સક્રિય બનીને કશું નક્કર અને સ્થાયી કાર્ય કરવાની પ્રેરણા જૈનસંઘને ભાગ્યે જ આપે છે. જાણે એમ લાગે છે, કે એક બાજુ સંયમ અને વૈરાગ્યને વાણીમાં વિશેષ મહત્ત્વ અને બીજી બાજુ ધામધૂમ અને આડંબરથી ભરેલાં બાહ્ય વિધિવિધાનો માટેનો વધારે પડતો ઉત્સાહઃ આ બે વચ્ચે માનવસેવા અને સહધર્મી ભક્તિ જેવી મહત્ત્વની અને પાયાની વાત જ વીસરાઈ ગઈ!
એક અલગારી જૈન મુનિ; પોતાની જાતની આળપંપાળ અને ખેવના એમને નહીં જેવી. લોકોપકાર અને પરગજુપણામાં એમને વિશેષ આસ્થા. સંઘ-સેવા કે સમાજસેવાનું તો જાણે એમને ઘેલું લાગેલું; એમાં જ એ જીવનની ધન્યતા માને. શાસ્ત્રોના અભ્યાસનું પાંડિત્ય એમનામાં ભલે ઓછું હતું, પણ શાસ્ત્રોના અને ધર્મના સારરૂપ કરુણા, દયા અને પરોપકારની ભાવના એમના રોમ-રોમમાં ભરી હતી. એ સ્વનામધન્ય મુનિશ્રી તે શુભવિજયજી મહારાજ. તેઓ જ માંડવીના સુપ્રસિદ્ધ શ્રી મેઘજી સોજપાળ જૈન આશ્રમના પ્રેરક.
મુનિશ્રીની સહધર્મી-સેવાની આ ભાવનાને અને પ્રેરણાને ઝીલવાનું પુણ્યકાર્ય કર્યું મુંબઈમાં વસતા કચ્છના જ એક બડભાગી શ્રેષ્ઠીવર્યું. કચ્છની ભૂમિના એ સાહસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org