________________
ધાર્મિક પર્વો : ૪
૩૮૭
ચાલી નીકળ્યા. પ્રેમના બંધને બંધાયેલી જનતા ભારે દર્દ અનુભવી રહી; એને લાગ્યું કે પોતાનો નાથ આજે રિસાઈને દૂર-દૂર ચાલ્યો જાય છે. ભારે વિમાસણનો. એ અવસર હતો. પણ ભગવાનનું અંતર તો ત્યારે પણ જીવમાત્ર પ્રત્યેના પ્રેમામૃતથી છલકાતું હતું ને ત્યાં કોઈ પ્રત્યે રસ હતી, ન કોઈ પ્રત્યે રાગ ! પ્રભુના એ આત્મમંથનમાંથી સમગ્ર વિશ્વ માટે અમૃતરસ પ્રગટ થવાનો હતો, પણ એ અમૃતરસના અધિકારી બનવા માટે જનસમૂહે પણ મથામણનો અનુભવ કરવાની જરૂર હતી. અને છેવટે જનતાએ જોયું, કે પોતે રિસાયેલ માની લીધેલ પ્રભુ સાચી રીતે રિસાયા ન હતા, પણ વખત પાકતાં જનલ્યાણની અનેકવિધ સામગ્રી લઈને ઉપસ્થિત થયા હતા. એ અદ્ભુત સામગ્રીએ અનેક આત્માઓને ઉજ્વળ બનાવ્યા, અનેક જીવોને પાવન કયાં.
પણ પ્રભુનો આ સાધના-કાળ એના પ્રારંભથી જ ભારે કસોટી કરનારો નીવડ્યો. પ્રભુએ દીક્ષા લીધી તે જ દિવસથી એમને ભિક્ષા દુષ્માપ્ય બની ગઈ. નિર્દોષ આહાર ગ્રહણ કરવાના વ્રતધારી પ્રભુને ભિક્ષા માટે નગરનગર, ગામેગામ અને ઘરેઘર ફરવું પડ્યું. પોતાના બારણેથી ખાલી હાથે પાછા ફરતા પ્રભુને નિહાળીને જનતાનાં અંતર પણ કોરાઈ જતાં હતાં. પણ પ્રભુએ વચન નહીં ઉચ્ચારવાનું પણ' (વ્રત) લીધું હતું. એમને તો આત્મચરિત્ર દ્વારા સાવ મૌનપણે જનતાને ધર્મમાર્ગની દીક્ષા આપવી હતી. અને વસંત આવ્યે આંબો હોરે એમ એક દિવસે ભગવાનની ભિક્ષા ફળી ઊઠી. ૪૦૦-૪૦૦ દિવસનાં વહાણાં અન્ન અને જળ વગર વાઈ ગયાં, ત્યારે છેવટે એક દિવસે પ્રભુના પૌત્ર અને હસ્તિનાપુર નગરના રાજા શ્રેયાંસકુમારે ઈક્ષરસનું દાન કરીને પ્રભુની ભિક્ષા પૂરી કરી. પ્રભુએ જે દિવસે એ મહાતપસ્યાનાં પારણાં કર્યા એ પવિત્ર દિવસ તે અક્ષયતૃતીયા ! બીજાં પર્વો તપશ્ચર્યાનાં પર્વો છે, જ્યારે અક્ષયતૃતીયા પારણાનું મહાપર્વ છે. એ રીતે આ પર્વ અનોખું તરી આવે છે; સ્વનામધન્ય બની જાય છે.
આજની અક્ષયતૃતીયા એટલે ફાગણ વદિ આઠમથી આદરેલી અને બીજા વર્ષના વૈશાખ સુદ ત્રીજે પૂરી થતી આશરે ૪૦૦ દિવસની, ઉપવાસ (અથવા બે ઉપવાસ) અને એકાશનની ફૂલગૂંથણીવાળી દીર્ઘ તપસ્યાના પારણાનો દિવસ.
અક્ષયતૃતીયાના આ પવિત્ર દિવસે એ મહાપ્રભુના જીવનનું ધ્યાન ધરીએ, લોકસેવાની પ્રતિજ્ઞા લઈએ અને આત્મમાર્ગની સાધના કરીને પ્રભુ પાસે પહોંચવાનો સંકલ્પ કરીએ.
(તા. ૨૬-૪-૧૯૫રનો લેખ તથા ૯-૫-૧૯૪૮ના લેખનો અંશ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org