________________
૪૦૬
જિનમાર્ગનું જતન મુંબઈનાં આ તોફાનોમાં ગુજરાતીઓએ અને બીજાઓએ પણ પોતે ઘણી મોટી સંખ્યામાં હોવા છતાં જે માર ખાધો કે નુકસાની ઉઠાવી, તે તેઓમાં એકબીજાને માટે મરી ફિટવા સુધીની સામાજિક ભાવનાને બદલે “પડે તે ભોગવે ની વ્યક્તિગત કે સ્વાર્થી ભાવના અથવા તો ટોળાવૃત્તિ ઘર કરી બેઠી છે તેને કારણે જ; નહીં તો આવું ભાગ્યે જ બને.
સામાજિક ભાવનાને બદલે વ્યક્તિગત કે સ્વાર્થી ભાવના આપણા ગુજરાતીઓમાં કેમ ઘર બેઠી એનું કારણ પણ સ્પષ્ટ છે. ગુજરાતીઓ ધીમે-ધીમે જીવનનાં બીજાંબીજાં પાસાંને ભૂલીને કેવળ ધન-ઉપાર્જન કરવાના કાર્યમાં જ બેહદ ખૂંતી ગયા. જે સમાજ કે જનસમૂહની નજર પૈસા તરફ વધારે પડતી રહે છે, તેનામાં જાયે-અજાણે પણ કરે તે પામે ની સંકુચિત સ્વાર્થમય વૃત્તિ જન્મ્યા વગર રહેતી નથી. તાજેતરનાં મુંબઈનાં તોફાનોમાં ગુજરાતીને વધારે પડતું સહન કરવું પડ્યું તે મોટે ભાગે આ વૃત્તિને કારણે જ એટલું દુભાતે દિલે પણ સ્વીકારવું પડે છે.
મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને મુંબઈના ધારાસભ્ય શ્રી કે. કે. શાહે તા. ૨૭-૧-૧૯૫૬ના રોજ નડિયાદ મુકામે આ સંબંધમાં બોલતાં ગુજરાતીઓની વધારે પડતી વેપારપરાયણતા અને તેઓમાં ઘર કરી ગયેલા સામાજિક ભાવનાના અભાવ સંબંધમાં જે ટકોર કરી છે, તે સાવ સાચી છે :
“આવીને સમૃદ્ધિ લૂંટી જાય તો પણ ગુજરાતીઓ પાડોશીઓ તરફ નજર પણ નાખતા નથી. મુંબઈમાંથી કેટલાંયે કુટુંબો ભાગી નીકળ્યાં; તેમને બીજાં કુટુંબોનો ખ્યાલ-સરખો પણ આવ્યો ન હતો. જેમણે યાતના વેઠી છે તેની મને સહાનુભૂતિ છે. પરંતુ સામૂહિક હિતને માટે જીવન હોમવાની તૈયારી તે કુટુંબોએ બતાવી હોત, તો મુંબઈને માથે નામોશી ન આવત.
“ગુજરાતીઓના અંતરમાં વેપાર એવો ઊતરી ગયો છે, કે અંગત લાભનુકસાન સિવાય બીજું કાંઈ તેઓ જોતાં નથી. ગુંડાઓએ કેટલાંક કુટુંબોને કહ્યું કે રૂપિયા પાંચ આપો તો ૨૬મી જાન્યુઆરી સુધી રહેવા દઈએ; અને ગુજરાતીઓએ રૂપિયા આપ્યા. રૂપિયા આપનારા એ ભૂલી ગયા કે આ રૂપિયાથી એસિડ ખરીદાશે અને ગુજરાતીઓ ઉપર જ નંખાશે. કેટલાક ઠેકાણે “મુંબઈ સંયુક્ત-મહારાષ્ટ્રમાં જવું જોઈએ તેવું ગુજરાતીઓએ ગુંડાઓના કહેવાથી લખી આપ્યું. આ શું બતાવે છે? આપણે સામૂહિક જીવન જીવતાં શીખ્યા નથી.”
પૈસાની શક્તિનો આપણે જરૂર સ્વીકાર કરીએ; અને એની મહત્તા સમજીને એ મેળવવા માટે યથાશક્તિ પ્રયત્ન કરીએ. પણ પૈસાને પણ અમુક મર્યાદા છે જ એ ભૂલી જઈને એની પાછળ જ મંડ્યા રહીએ, તો કદી પણ આપણામાં સામાજિક ભાવનાનો પ્રાદુર્ભાવ ન થાય. સરવાળે આખી જિંદગી મહેનત કરીને ભેગું કરેલું ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org