________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૧૦
(૩) નેતાઓને બોલાવીને એમને આગળ-પડતું સ્થાન આપવામાં આવે છે. (૪) અણુવ્રત-સમિતિ જેઓ કામ કરવા ઇચ્છે છે, એવાઓના હાથમાં નથી. તેરાપંથીઓ એના પ્રત્યે પોતાનો મોહ છોડવા નથી માગતા; બલ્કે એને વળગી રહેવા માગે છે. (૫) કાર્યકર્તાઓની સામે કોઈ કામ નથી અને સેવા કરનારા તો તૈયાર છે, પણ એમની સામે ન કોઈ માર્ગ છે, ન દિશા.”
[9] રાજનગરના શ્રી સમર્થમલ જૈને કહ્યું : ‘(૧) થોડાક માણસોમાં પર્દા કે દહેજની પ્રથામાં પરિવર્તન કરાવવાથી સુધારો નથી થઈ જતો. સામાજિક બુરાઈઓનું સામૂહિક ઉન્મૂલન થવું જોઈએ; નહીં તો બાકીનાં ઘરોના ગંદા વાતાવરણની અસર સફાઈ કરેલાં ઘરો ઉપર થયા વગર નહીં રહે. (૨) અણુવ્રતી ખોટી સાક્ષી પણ પૂરે છે. એમને માટે સામાજિક અદાલત હોવી જોઈએ, જેમાં એમને ખડા કરી શકાય.’’ આચાર્ય તુલસીએ આવો મુક્ત મનનો સંવિવાદ પોતાની હાજરીમાં ચાલવા દીધો એ, ખરેખર, આનંદ ઉપજાવે એવી બાબત છે; બીજા ધર્મગુરુઓ પણ આ રીતે યુવકમાનસને સમજવાનો પ્રયત્ન કરે એ ઇચ્છવા જેવું છે.
મુનિશ્રી બુધમલજીએ આ સંબંધમાં કેટલાક ખુલાસા કર્યા બાદ આચાર્ય તુલસીએ કહ્યું : “તમારા સ્પષ્ટ વિચારોને સાંભળીને મને આનંદ થયો. હું નથી ઇચ્છતો કે તમે મારી પ્રશંસા જ કરતા રહો. હું તો કહું છું કે તમે એવા વિચારોને પણ રજૂ કરતા રહો કે જે તમને આગ જેવા લાગતા હોય. લાગણી વ્યકત કરવામાં સંકોચ કરવાની જરૂર નથી, પણ એ સંયત ભાષામાં વ્યકત થવી જોઈએ; પછી ભલે સાધુઓના સંબંધમાં હોય, તેરાપંથ-સંબંધી હોય કે ખુદ મારા વ્યક્તિગત વિષય અંગે હોય. તમારા વિચારોનું સ્વાગત થશે, અને એમાં અમને અમારી જાતનું નિરીક્ષણ કરવાનો અવસર મળશે. અત્યાર સુધી હું યુવકો સાથે ઘનિષ્ઠ સંબંધ નથી રાખી શકયો, પણ હું ઇચ્છું છું કે એવું બને. જો યુવકો (અણુવ્રત) આંદોલનમાં આગળ આવશે તો હું મારું ચાલશે ત્યાં સુધી, એમને પ્રોત્સાહન આપીશ. જ્યારે યુવાનો આગળ આવીને પોતાની શક્તિનો સાથ આપશે ત્યારે મને આનંદ થશે.’’
૨૧૩
આમાં આ યુવકમિત્રોએ જે કંઈ કહ્યું તેના ગુણ-દોષમાં ઊતરવાની જરૂર નથી. આપણા માટે તો એમના આ સ્પષ્ટ અને ક્યારેક આકરા લાગી જાય એવા ઉદ્ગારોમાં એમની મનોવ્યથાનું જે દર્શન થાય છે એ જ ખરી વાત છે. અને આ વ્યથા કેવળ એ બોલના૨ યુવાનોની નહીં, પણ સમસ્ત યુવકવર્ગની છે એ કહેવાની જરૂર નથી. આનો બોધપાઠ એ છે કે વડીલોએ, આગેવાનોએ અને ખાસ કરીને ધર્મગુરુઓએ ખૂબ ખંત, ધીરજ અને ઉત્સાહપૂર્વક યુવકવર્ગને અપનાવવાની જરૂર છે.
(તા. ૧૩-૪-૧૯૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org