SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન એમાંનો સારો એવો ભાગ પ્રજાએ ચૂંટેલા પ્રધાનો અને લોકસભા તેમ જ ધારાસભાના સભ્યોના પગાર અને જંગી ભાડાં-ભથ્થાંમાં તેમ જ સમિતિઓ અને સમારંભોના ખર્ચામાં ચાલ્યો જવાનો. એના કરતાં ય મોટો ભાગ રાજ્યસંચાલનનાં સૂત્રો, પ્રધાનોના નામે કે પ્રધાનોના બદલે હકીકતમાં પોતાના હસ્તક રાખીને, પ્રધાનસાહેબોને ઉદ્ઘાટનો, સમારંભો અને પ્રવાસોની પૂરતી મોકળાશ કરી આપનાર પ્રથમ પંક્તિના મોટા-મોટા અમલદારો, એમના હાથ નીચેના અમલદારો અને તેથી નીચેના મોટા-નાના સરકારી કર્મચારીઓનાં પગા૨, ભાડાં-ભથ્થાં વગેરેમાં ઊપડી જવાનો ! કરવેરાથી ભેગા થતા પૈસાનો એક ભાગ વળી સ્વપ્નાની સુખડી જેવી કે દીવાસ્વપ્ન જેવી પુરવાર થયેલી જંગી યોજનાઓમાં અને મોટી-મોટી મહેલાતો પાછળ ખર્ચાવાનો. એ ખર્ચમાં કેટલો ઊગી નીકળે છે અને કેટલો વેડફાઈ જાય છે એનો હિસાબ કરવાનું તો સરકારોને માટે હજી શીખવાનું જ બાકી છે ! અને દેશના રક્ષણ માટેના અપાર લશ્કરી ખર્ચ માટે તો કહેવાય જ શું ? ઉપરાંત વિદેશોમાં આપણાં સંખ્યાબંધ એલચીખાતાંઓનો ખર્ચ તો આપણને એ વાતનું વિસ્મરણ જ કરાવી દે છે કે હિંદુસ્તાન એક ગરીબ દેશ છે. સમગ્ર સરકારી તંત્રમાં ચાલી રહેલી આર્થિક ઉડાઉગીરી કોઈ કરોડપતિના ઉડાઉ દીકરાને ય સારો કહેવરાવે એવી છે ! અને કરકસર તો જાણે પ્રજાના સામાન્ય અને ગરીબ વર્ગને માટે જ અનામત રાખવામાં આવી છે ! ૪૩૬ (૧) જેઓ દેશના અત્યારના શાસક પક્ષના (કૉંગ્રેસના) સભ્યો હોવા સાથે કામ કરવાની કે ખાસ કરીને ‘ચમત્કાર' બતાવવાની થોડીક શક્તિને લીધે પ્રધાનપદ, લોકસભા, રાજ્યસભા કે ધારાસભાનું અથવા તો છાશવારે ચોમાસાનાં અળશિયાંની જેમ ફૂટી નીકળતી કમિટીઓ કે એકાદ કમિશનનું સભ્યપદ અથવા છેવટે સંસ્થાનો એકાદ નાનો-મોટો હોદ્દો મેળવી શકે છે, (૨) જેઓ કેન્દ્ર કે પ્રાદેશિક સરકારોમાં નાની કે મોટી જવાબદારીવાળા સ્થાને માથાભારે અમલદાર તરીકે પોતાનું વર્ચસ્વ જમાવી શકે છે, (૩) જેઓ મોટા ઉદ્યોગપતિ કે મોટા વેપારી હોવાને લીધે દેશના અર્થતંત્ર ઉપર, સીધી નહીં તો આડકતરી રીતે પણ, સારો એવો કાબૂ ધરાવી શકે છે અને અર્થતંત્રની અરાજકતામાં અટવાઈ પડેલી સરકારો પાસે મોટે ભાગે પોતાનું ધાર્યું કરાવી લેવાની તાકાત ધરાવે છે અને (૪) ખેડૂતો કે મોટાં-મોટાં કારખાનાંના મજૂરો, જે પોતાનાં મંડળો (યુનિયનો) દ્વારા ગોકીરો મચાવીને સરકારને પોતાને અનુકૂળ થવાની ફરજ પાડી શકે છે આ ચાર વર્ગ સિવાયના સામાન્ય પ્રજાજનની આર્થિક વિટંબણાનો તો હવે કોઈ આરો જ નથી રહ્યો. બિલકુલ મર્યાદિત આવકવાળી અને મોટે ભાગે બઢતી વગરની કે નજીવી બઢતીવાળી નોકરી કરતો નોકરિયાત-વર્ગ કે નાનકડી દુકાન કરીને રોજી રળવા મથતો સામાન્ય વેપારીવર્ગ તો જાણે સ્વરાજ્યની લાભ-વહેંચણીમાં - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy