________________
જિનમાર્ગનું જતન
‘(૨) જૈનધર્મનું ધ્યેય જીવનમાં ગુણોને પ્રગટાવવાનું છે; નહીં કે સ્વર્ગની ઋદ્ધિસિદ્ધિની પાછળ દોટ મૂકવાનું. એ તો આત્માની અધોગતિ કરનારી વસ્તુ છે, અને એને માટે કરવામાં આવતાં અનુષ્ઠાનોને ગરલ (વિષમય)-અનુષ્ઠાન લેખવામાં આવ્યાં છે. તેથી જે કોઈ પણ ધાર્મિક શિક્ષણ, ક્રિયા, અનુષ્ઠાન વગેરે જીવનમાં ગુણોની વૃદ્ધિ ન કરે, એ નકામાં છે. આ ગુણો તો માનવીને આ જન્મમાં જ સુખશાંતિ અને સફળતા આપનારા નીવડશે, અને આ ગુણો માટે પરલોકની રાહ નહીં જોવી પડે. જો આ ગુણો અત્યારના જીવનમાં હશે, તો જ મરણ પછી જીવનમાં આત્માની સાથે જશે; નહીં તો ત્યાં એ ગુણો કેવી રીતે ઉત્પન્ન થશે ?
:
‘(૩) ધાર્મિક ઉપદેશ, ક્રિયાઓ, વ્રતો, નિયમો વગેરે સામી વ્યક્તિની યોગ્યતા અનુસાર અપાવાં જોઈએ ઃ મહાન પૂર્વાચાર્યોનું આવું જ કહેવું છે. શ્રાવકનાં વ્રતો પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જ આપી શકાય છે. આજે તો મુનિ-દીક્ષા આપવામાં પણ આ બાબતની ઉપેક્ષા કરવામાં આવે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિનો અર્થ ન તો પોપટની જેમ નવતત્ત્વનાં નામોનું રટણ કરવું એવો થાય છે, કે ન તો આકરી તપસ્યાઓ થાય છે. પરંતુ સમ્યક્ત્વની ઓળખ તો વ્યક્તિના સ્વભાવથી, ગુણોથી, પ્રશમ, સંવેગ વગેરેથી તથા અનાગ્રહીપણાથી થાય છે. એટલા માટે નિયમ, વ્રત, દીક્ષાનું પાલન કરનારમાં આવા ગુણો ન પ્રગટે ત્યાં લગી એ બધું બાહ્ય દેખાવરૂપ બની રહે છે. એટલા માટે આવા બાહ્ય દેખાવો ઉપર નહીં, પણ ગુણોની પ્રાપ્તિ ઉપર ભાર આપવો જોઈએ. સમ્યક્ત્વ અને તેથી પ્રાપ્ત થતા ગુણો ગૃહસ્થનાં પોતાનાં જીવન-કર્તવ્યોના પાલનમાં બાધારૂપ નહીં પણ સહાયક બને છે.”
છેવટે ધર્મોપદેશ તેમ જ ધાર્મિક શિક્ષણ દેશ-કાળને ધ્યાનમાં લઈને જનસાધારણ સમજી શકે એવી સરળ લોકભાષામાં અપાવાં જોઈએ એનો નિર્દેશ કરતાં શ્રી ગોપીચંદજી કહે છે
૫૨
-
“ધર્મના સિદ્ધાંતો, પ્રકૃતિના નિયમો તો શાશ્વત છે, પણ માનવીની બુદ્ધિ તો દેશ-કાળની સાથે બદલાતી રહે છે. તેથી ધર્મોપદેશ પણ એવી રીતે આપવો જોઈએ કે જે તે-તે સમયની બુદ્ધિ ગ્રહણ કરી શકે; નહીં તો એ નિરર્થક છે.
“ઉપદેશ પાંડિત્યપૂર્ણ ભાષામાં કે શાસ્ત્રીય પરિભાષામાં ન આપતાં, એવી ભાષામાં આપવો જોઈએ કે જેથી એનો સંબંધ માનવીના રોજિંદા જીવનવ્યવહાર સાથે થાય. એ ઉપદેશ ઓઢેલી પછેડી ઉપર વેરાયેલા કણ જેવો ન હોય કે જેને શ્રોતાઓ રવાના થતી વખતે ત્યાં જ ખંખેરી નાખે. પરંતુ એ એના જીવનમાં પ્રવેશી જાય એવો હોય, અને એને સ્વીકારવાની તીવ્ર ઇચ્છા એના અંતરમાં જાગી ઊઠે. કેવળ ગગનગામી ઊંચાં-ઊંચાં તાત્ત્વિક વિવેચનોનું કોઈ મૂલ્ય નથી; એનો વાસ્તવિક જીવન સાથે સંબંધ થવો જોઈએ. કેટલાક ગ્રંથોનાં એવાં વિવેચન મારા જોવામાં આવ્યાં છે કે જે ખૂબ મહેનત લઈને અને શોધખોળ કરીને લખવામાં આવ્યાં છે, અને ભક્તિરસથી ઓતપ્રોત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org